Morbi halvad freeway automotive accident: મોરબી-હળવદ હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાતના સમયે ફૂલ સ્પીડમાં આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ લોકોના મોત નીપજ્યા છે. ત્રણ લોકોના ઘટના સ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત થયાની માહિતી મળી રહી છે. બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા સારવાર ચાલી રહી છે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે આશરે 9.30 વાગ્યાના સમયે મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામ નજીક એક ડમ્પર રોડ ક્રોસ કરી રહ્યું હતું. ત્યારે હાઈવ પર ફૂલ સ્પીડમાં આવતી કાર ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના કારના ભૂક્કા બોલાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ગંભીર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. રણછોડગઢ ગામના રહેવાસીઓ કિયા કારમાં સવાર થઈને એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા.
આ દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપની સામેના ભાગમાં કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, પૂરઝડપે આવી રહેલી કાર ડમ્પરમાં ઘૂસી ગઈ હતી.
કારનો ભૂક્કો બોલાતા જેસીબીની મદદ લેવાઈ
આ બનાવમાં કારમાં બેઠેલા વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા. જેથી જેસીબીની મદદથી કારના પતરા ખેંચીને તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. આ બનાવ સંદર્ભે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી ગયું છે.
પાંચ મૃતકોના માત
|
મૃતકોના નામ |
ઉંમર |
|
સુરેશ વિશાભાઈ સિહોરા |
ઉ.વ 47 |
|
વિરમ ભીમાભાઇ દઢેયા |
ઉ.વ 28 |
|
પરેશ દિલીપભાઈ દઢેયા |
ઉ.વ 24 |
|
પ્રેમજી દઢેયા |
ઉ.વ 59 |
|
ભરત પ્રભુભાઈ દઢેયા |
ઉ.વ 39 |
ઈજાગ્રસ્તની સારવાર કરાવા જતાં કાળ ભેટ્યો
ઘટના અંગે મૃતકોના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેઓ હળવદ તાલુકાના માનસર ગામ પાસે બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને હોસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ- પીએમ મોદીએ યાદ કર્યો 39 વર્ષ જૂનો કિસ્સો, જ્યારે ગુજરાતમાં ભાજપને મળી હતી પહેલી મોટી જીત
ઈજાગ્રસ્તના નામ
- પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉ.વ 25)
- દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉ.વ 59)
