મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ રેસીપી, ઓછી મહેનતે બનશે મજેદાર!

મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ રેસીપી, ઓછી મહેનતે બનશે મજેદાર!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | રેસીપી | મહારાષ્ટ્રમાં મસાલા ભાત અથવા મસાલા પુલાવ ખુબજ ફેમસ છે, જો તમે મસાલેદાર, સુગંધિત અને શાકભાજીથી ભરપૂર વન-પોટ મીલ ખાવાનું મન થયું હોય, તો આ મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ બેસ્ટ ચોઈસ છે, અહીં જાણો રેસીપી 

મહારાષ્ટ્રીયન મસાલા પુલાવમાં કાજુના ક્રંચ સાથે આ પુલાવ સ્વાદમાં અદભુત લાગે છે. તેને બનાવવો ખૂબ જ સરળ છે અને તે લંચ કે ડિનરમાં રાયતા અથવા કઢી સાથે ખાવાની ખૂબ મજા પડે છે. અહીં જાણો પુલાવ મહારાષ્ટ્રીયન મસાલા પુલાવની રેસીપી 

મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ રેસીપી 

સામગ્રી 

  • 150 ગ્રામ ચોખા
  • 20 મિનિટ પલાળેલા 
  • 3-4 નંગ લવિંગ
  • 5-6 મરી
  • એક તજનો ટુકડો 
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું 
  • ½ ચમચી રાઈ 
  • ¼ ચમચી હિંગ 
  • 150 ગ્રામ ફલાવર 
  • 100 ગ્રામ બટાકા 100 ગ્રામ
  • 1 ચમચી આદુની પેસ્ટ 
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 2-3 લીલા મરચાં
  • 2 ડાળી મીઠો લીમડો
  • 5-6 નંગ કાજુ
  • ¼ ચમચી હળદર પાવડર 
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી ધાણા જીરું પાવડર 
  • થોડું પાણી ઉમેરો – જરૂર મુજબ
  • 300 મિલી પાણી
  • કોથમીર
  • લીંબુનો રસ
  • ઘી

મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ બનાવવાની રીત 

સૌથી પહેલા 150 ગ્રામ ચોખાને બરાબર ધોઈને 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. આ દરમિયાન ફલાવર અને બટાકાને મધ્યમ ટુકડામાં સમારીને ધોઈ લો. લીલા મરચાંને વચ્ચેથી ચીરી લો.

એકપ્રેશર કુકરમાં તેલ ગરમ કરો, ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીને તતડાવો. ત્યારબાદ તેમાં હિંગ ઉમેરો. મરી અને એક તજનો ટુકડો ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો જેથી તેની સુગંધ તેલમાં બેસી જાય.

ત્યારબાદ તેમાં 6 નંગ કાજુ અને 2 ડાળી મીઠો લીમડો ઉમેરીને કાજુ આછા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે વઘારમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને 3 લીલા મરચાં ઉમેરીને તેની કાચી સુગંધ જાય ત્યાં સુધી 2 મિનિટ માટે સાંતળી લો.

ત્યારબાદ તેમાં સમારેલું ફલાવર અને બટાકા ઉમેરીને બરાબર મિક્સ કરો અને 2 મિનિટ માટે તેલમાં સાંતળો, હવે તેમાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને મીઠું ઉમેરીને શાકભાજી સાથે બરાબર મિક્સ કરી લો.

મસાલા નીચે ચોંટે નહીં તે માટે જરૂર મુજબ સહેજ પાણી ઉમેરીને મસાલાને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. હવે 20 મિનિટથી પલાળેલા ચોખાનું પાણી નિતારીને તેને આ મસાલાવાળા શાકભાજીમાં ઉમેરો. હળવા હાથે મિક્સ કરો.

હવે તેમાં પાણી ઉમેરો અને બરાબર હલાવો, પાણીમાં એક ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી લો અને વાસણને ઢાંકીને 15 મિનિટ માટે અથવા ચોખા બરાબર ચડી જાય અને પાણી બળી જાય ત્યાં સુધી પાકવા દો.

પુલાવ ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને 5 મિનિટ માટે એમ જ ઢાંકેલો રહેવા દો, છેલ્લે ઉપરથી સ્વાદ વધારવા માટે થોડો લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર અને દેશી ઘી ઉમેરીને હળવા હાથે મિક્સ કરો થઇ જાય એટલે ગરમાગરમ સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *