India vs Afghanistan third T20 Stay Cricket Scorecard : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકેથી શરુ થશે. સાંજે 7 વાગ્યે ટોસ થશે. ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે અને તે વ્હાઇટવોશ કરવાનો પ્રયત્ન કરશે. બીજી તરફ અફઘાનિસ્તાન પ્રતિષ્ઠા બચાવવા માટે મેદાનમાં ઉતરશે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, રવિ બિશ્નોઇ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
અફઘાનિસ્તાન : રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઇબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલાબદ્દીન નઇબ, સેદીકુલ્લાહ અટલ, ડાર્વિશ રસુલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી.
-
Sep 17, 2026 18:38 IST
IND vs AFG LIVE: ભારત વિ અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી ટી20 મેચ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી અને અંતિમ ટી20 મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7.30 કલાકેથી શરુ થશે. સાંજે 7 વાગ્યે ટોસ થશે.
