BRICS Summit Delhi 2026 Updates : નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ યોજાઇ રહી છે. બ્રિક્સ બિઝનેસ ફોરમના લીડર્સ સેશનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે બ્રિક્સ દેશો દુનિયાની 50% વસ્તી, 40% જીડીપી અને 25% થી વધારે ગ્લોબલ ટ્રેડનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય આ વર્ષોમાં વૈશ્વિક જીડીપીમાં આશરે અઢી ગણો વધારો થયો છે, જ્યારે બ્રિક્સ દેશોનો સંયુક્ત જીડીપી લગભગ સાડા ચાર ગણો વધ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, બ્રિક્સની આર્થિક શક્તિ વિશ્વના બાકીના દેશો કરતા લગભગ બમણી ઝડપથી વધી છે.
અત્યાર સુધીની સૌથી મોટી બ્રિક્સ બિઝનેસ ફોરમ છે
પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ દેશો ગ્લોબલ ઇનોવેશન અને ઉકેલો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પણ ઉભરી રહ્યા છે. આપણા દેશોમાં ઇનોવેશન માટે નવી શક્યતાઓ આકાર લઈ રહી છે, જેમાં જમીની સ્તરે પહેલથી લઈને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. બ્રિક્સનો વધતો દાયરો, ગતિ અને અપેક્ષાઓ આપણા બધામાં સ્પષ્ટપણે દેખાય છે. ભારતમાં આયોજિત આ ફોરમ અત્યાર સુધીની સૌથી મોટી બ્રિક્સ બિઝનેસ ફોરમ છે.
પીએમ મોદી અને પુતિન એક જ કારમાં બેઠા
પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત લગભગ 45 મિનિટ ચાલી હતી. બેઠક બાદ બંને નેતાઓ એક કારમાં બેસીને ભારત મંડપમથી બહાર નીકળ્યા હતા. રાષ્ટ્રપતિ પુતિને પીએમ નરેન્દ્ર મોદીને 24માં ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાને આ આમંત્રણ સ્વીકાર કર્યું છે. વિદેશ મંત્રાલય (MEA) અનુસાર આ સમિટની તારીખો પરસ્પર સુવિધા અનુસાર રાજદ્વારી માધ્યમો દ્વારા નક્કી કરવામાં આવશે.
Addressing the BRICS Enterprise Discussion board. Sturdy enterprise partnerships can open new avenues for progress, innovation and shared prosperity.@BricsIndia2026https://t.co/EUIH6agfI2
— Narendra Modi (@narendramodi) September 11, 2026
પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખાસ ભેટ આપી, તિરુક્કુરલનો રશિયન અનુવાદ ભેટ કર્યો
પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પર દુનિયાની નજર
આ મહત્વપૂર્ણ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પર દુનિયાની નજર રહેશે. સાત વર્ષ પછી ભારતની મુલાકાતે આવેલા શી જિનપિંગ, પીએમ મોદી સાથેની મુલાકાતમાં LAC, વેપાર અને બંને દેશો વચ્ચેના સંબંધો સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સહિત 11 બ્રિક્સ સભ્ય દેશોના નેતાઓ પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
