India Independence Day 2026 : ભારત 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે ઉજવે છે. લાંબા સ્વતંત્રતા સંગ્રામ, હજારો બલીદાન બાદ આખરે 15 ઓગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામી માંથી ભારત આઝાદ થયું હતું. ત્યારબાદ બાદ ભારતમાં દર વર્ષે 15 ઓગસ્ટે રાષ્ટ્રીય તહેવાર તરીકે આઝાદી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
2026માં ભારત કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવશે?
વર્ષ 2026માં ભારત 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ આ અવસર પર, એક પ્રશ્ન ઘણીવાર લોકોને મૂંઝવણમાં મૂકે છે કે, આ વખતે ભારતનો 80મો સ્વતંત્રતા દિવસ છે, ત્યારે શું દેશે આઝાદીના 80 વર્ષ પૂર્ણ કર્યા છે? જવાબ છે ના. 15 ઓગસ્ટ, 2026ના રોજ ભારતની આઝાદીના 79 વર્ષ પૂર્ણ થશે અને 80મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આઝાદીના 79 વર્ષ અને 80મો સ્વતંત્રતા દિવસનું શું ગણિત છે.
15 ઓગસ્ટ, 2026ના રોજ ભારતની સ્વતંત્રતાને કેટલા વર્ષ થયા?
આપણ બધા જાણીયે છીએ કે, 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. તેથી, 15 ઓગસ્ટ, 2026ના રોજ ભારતની આઝાદીના 79 વર્ષ પૂર્ણ થાય છે.
ચાલો આ સીધી ગણતરી સમજીયે : 2026 – 1947 = 79 વર્ષ, એટલે કે 15 ઓગસ્ટ, 2026ના રોજ ભારત તેની આઝાદીના 79 વર્ષ પૂર્ણ કરશે, પરંતુ તે દિવસે દેશમાં 80મો સ્વતંત્રતા દિવસ પણ ઉજવાશે. આ તે તફાવત છે જેના વિશે વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોના મનમાં ઘણીવાર મૂંઝવણ રહે છે.
તો 80મો સ્વતંત્રતા દિવસ કેવી રીતે થાય છે?
આનું કારણ ખૂબ જ સરળ છે. જે વર્ષમાં કોઈ ઘટના પ્રથમ વાર થાય છે તેને પ્રથમ વર્ષ / પ્રથમ વર્ષગાંઠ કહેવામાં આવે છે. ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ તેનો પ્રથમ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આમ 15 ઓગસ્ટ 2026ના રોજ ભારતની આઝાદીના 79 વર્ષ પૂર્ણ થશે, પરંતુ સ્વતંત્રતા દિવસની 80મી ઉજવણી થશે.
આઝાદીના 79 વર્ષ અને સ્વતંત્રતાના 80માં વર્ષનું સરળ ગણિત
ધારો કે એક, બાળકનો જન્મ 15 ઓગસ્ટ, 1947 ના રોજ થયો છે, તો તે 15 ઓગસ્ટ, 1948 ના રોજ 1 વર્ષનો થશે, પરંતુ તે તેનો બીજો જન્મદિવસ ઉજવશે. આવી જ રીતે ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી. 15 ઓગસ્ટ 1948ના રોજ આઝાદીની પ્રથમ વર્ષગાંઠ પૂર્ણ થઈ હતી અને બીજો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો.
તેથી, 15 ઓગસ્ટ 2026ના રોજ આઝાદીના 79 વર્ષ પૂર્ણ થશે અને 80મો સ્વતંત્રતા દિવસ છે. આ સમગ્ર પ્રશ્નનો આ સૌથી સરળ જવાબ છે.
80મા સ્વતંત્રતા દિવસનું મહત્વ શું છે?
15 ઓગસ્ટ માત્ર એક તારીખ નથી. તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશની આઝાદી માટે લડનારા લાખો લોકોના બલિદાનની યાદ અપાવે છે. દર વર્ષે આ દિવસે દેશભરમાં તિરંગો ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગીત અને દેશભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસ પર ભાષણ, નિબંધો, ક્વિઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે સ્વતંત્રતા દિવસના અવસર પર પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઇતિહાસ, નાગરિક અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછી શકાય છે.
