પનીર ભુના મસાલા રેસીપી, રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવવા માટે આ ટિપ્સ અનુસરો

પનીર ભુના મસાલા રેસીપી, રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવવા માટે આ ટિપ્સ અનુસરો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | રેસીપી | જ્યારે પણ ઘરે હોટેલ જેવું ટેસ્ટી ખાવાનું મન થાય, ત્યારે પનીરની સબ્જી આપણી પહેલી પસંદ હોય છે. જો તમે નિયમિત પનીર ટીક્કા કે પનીર બટર મસાલા ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે ટ્રાય કરો પનીર ભુના મસાલા રેસીપી. 

પનીર ભુના મસાલાની ખાસિયત એ છે કે તેના મસાલાને દહીં અને ટામેટાની પ્યુરી સાથે ધીમી આંચે ત્યાં સુધી સાંતળવામાં આવે છે જ્યાં સુધી તે તેલ ન છોડે. અહીં જાણો ચટાકેદાર રેસીપી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત.

પનીર ભુના મસાલા રેસીપી 

સામગ્રી 

  • 150 ગ્રામ દહીં 
  • 1/4 ચમચી હળદર 
  • 1 ચમચી કાશ્મીરી મરચું
  • 1 ચમચી ધાણા પાવડર 
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી મેથી
  • 2 ચમચી તેલ 
  • 1/2 ચમચી જીરું 
  • 1 નંગ ડુંગળી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 150 ગ્રામ તાજા ટામેટાની પ્યુરી
  • 5 ગ્રામ બટર 
  • 1 ચમચી તેલ
  • 150 ગ્રામ પનીર 
  • 50 ગ્રામ ડુંગળી અને કેપ્સિકમ 
  • 1/4 ચમચી કાળા મરી
  • 1 ચપટી મેથી
  • કોથમીર 
  • 2 નંગ લીલા મરચા

પનીર ભુના મસાલા બનાવવાની રીત 

સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લો. તેમાં હળદર,  કાશ્મીરી મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરીને બરાબર મિક્સ કરી બાજુ પર રાખો.

એક પેન કે કઢાઈમાં બટર અને તેલ ગરમ કરો. તેમાં પનીરના ટુકડા, મોટા સમારેલા ડુંગળી-કેપ્સિકમ, ચમચી કાળા મરીનો પાવડર અને 1 ચપટી કસૂરી મેથી નાખીને મધ્યમ આંચ પર 5 મિનિટ માટે સાંતળી લો, જેથી પનીર પર સરસ કોટિંગ થઈ જાય. તેને એક પ્લેટમાં કાઢી લો.

હવે એ જ કઢાઈમાં અલગથી તેલ ગરમ કરો. તેમાં ચમચી જીરું નાખો. જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી, સાંતળો.

હવે તેમાં તાજા ટામેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર પકવો. ટામેટા પાકી જાય એટલે આંચ ધીમી કરી સ્ટેપ- 1 માં તૈયાર કરેલું દહીં અને મસાલાનું મિશ્રણ ઉમેરો. મિશ્રણને સતત હલાવતા રહો જેથી દહીં ફાટી ન જાય. ગ્રેવી ઘટ્ટ થાય અને તેલ ઉપર તરવા લાગે ત્યાં સુધી તેને પકવો.

ગ્રેવી બરાબર તૈયાર થઈ જાય એટલે સાંતળેલું પનીર, ડુંગળી અને કેપ્સિકમ ગ્રેવીમાં ઉમેરી દો. જરૂર મુજબ સહેજ પાણી ઉમેરી ઢાંકીને સીઝવા દો. છેલ્લે ઉપરથી તાજી સમારેલી કોથમીર નાખો.

ગ્રેવી બરાબર તૈયાર થઈ જાય એટલે સાંતળેલું પનીર, ડુંગળી અને કેપ્સિકમ ગ્રેવીમાં ઉમેરી દો. જરૂર મુજબ સહેજ પાણી ઉમેરી ઢાંકીને સીઝવા દો. છેલ્લે ઉપરથી તાજી સમારેલી કોથમીર નાખો તમારું પનીર ભુના મસાલા તૈયાર છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *