દિલજીત દોસાંજની સતલુજ પહેલા આ લોકપ્રિય ફિલ્મો ભારતમાં વિવાદમાં ફસાઈ હતી

દિલજીત દોસાંજની સતલુજ પહેલા આ લોકપ્રિય ફિલ્મો ભારતમાં વિવાદમાં ફસાઈ હતી

મનોરંજન ENTERTAINMENT
Spread the love


મનોરંજન ન્યૂઝ | પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજની ફિલ્મ “સતલુજ” ફરી એકવાર સમાચારમાં છે. માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત, આ ફિલ્મને પહેલા સેન્સર બોર્ડ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને પછીથી તેને ZEE5 ઇન્ડિયામાંથી હટાવવામાં આવી હતી. 

જોકે આ પહેલી વાર નથી જ્યારે ભારતમાં કોઈ ફિલ્મને વિવાદ, કાનૂની પડકારો અથવા સેન્સરશીપનો સામનો કરવો પડ્યો હોય. ભારતીય સિનેમાના ઇતિહાસમાં એવી ઘણી ફિલ્મો બની છે જેને કાં તો સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવી છે અથવા લાંબા સમય સુધી રિલીઝ નકારી કાઢવામાં આવી છે. આ રહી લિસ્ટ 

સતલુજ પહેલા વિવાદમાં ફસાયેલ ફિલ્મો

દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ સતલુજ વિશે 

‘માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલરાનાં જીવન પર આધારિત છે. અહેવાલો અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને ટાંકીને ફિલ્મમાં 127 કાપ મૂકવાની ભલામણ કરી હતી. થિયેટર રિલીઝમાં કાપ મૂકાયા બાદ ફિલ્મ ZEE5 પર રિલીઝ થઈ હતી, પરંતુ માત્ર બે દિવસ પછી ભારતમાં પ્લેટફોર્મ પરથી તેને દૂર કરવામાં આવી હતી.

આંધી

ગુલઝાર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ કટોકટી દરમિયાન પ્રતિબંધિત કરવામાં આવી હતી કારણ કે તેનું મુખ્ય પાત્ર તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીથી પ્રેરિત હોવાનું માનવામાં આવતું હતું. જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવ્યા પછી 1977 માં આ ફિલ્મ ફરીથી રજૂ કરવામાં આવી હતી.

અનુરાગ કશ્યપની બ્લેક ફ્રાઈડે

ફિલ્મ 1993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ પર આધારિત હતી. તે સમયે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી, કોર્ટનું માનવું હતું કે આ ફિલ્મ ટ્રાયલને પ્રભાવિત કરી શકે છે. પરિણામે, તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કાનૂની સ્ટે હટાવ્યા પછી, ફિલ્મ 2007 માં થિયેટરોમાં રિલીઝ થઇ હતી.

ફાઇનલ સોલ્યુશન 

2002ના ગુજરાત રમખાણો પર આધારિત આ દસ્તાવેજી ફિલ્મને CBFC દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી હતી, કારણ કે તેને કારણે કોમી તણાવ ભડકી શકે તેવી ચિંતા હતી. જોકે, થોડા મહિના પછી સમીક્ષા બાદ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

ધ પિંક મિરર

આ ફિલ્મમાં ડ્રેગ ક્વીન્સ અને LGBTQ+ કમ્યુનિટીના પાત્રો હતા. CBFC એ તેના વિષય અને પ્રસ્તુતિ પર વાંધો ઉઠાવીને પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો હતો. આ જ કારણ છે કે આ ફિલ્મ આજ સુધી ભારતમાં સત્તાવાર રીતે રિલીઝ થઈ નથી.

શેખર કપૂર દ્વારા ડાયરેકેટેડ બેન્ડિટ ક્વીન

ફૂલન દેવીના જીવન પર આધારિત ફિલ્મ હતી. રિલીઝ પહેલાં, ફૂલન દેવીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં ફિલ્મની પ્રામાણિકતા અને તેમના જીવનના ચિત્રણ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે ફિલ્મ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પાછળથી પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને તેની રિલીઝને મંજૂરી આપી હતી. 

કિસ્સા કુર્સી કા

કટોકટી દરમિયાન બનેલી પોલિટિકલ ફિલ્મ “કિસ્સા કુર્સી કા” એ તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકાર પર કટાક્ષ કર્યો હતો. પરિણામે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વધુમાં તેની માસ્ટર પ્રિન્ટ અને અન્ય નકલો જપ્ત કરીને નાશ કરવામાં આવી હતી. આ ભારતીય સેન્સરશીપના સૌથી હાઇ- પ્રોફાઇલ કેસોમાંનો એક માનવામાં આવે છે.

ફાયર ફિલ્મ 

દીપા મહેતા દ્વારા દિગ્દર્શિત ફાયર ફિલ્મમાં હોમોસેક્યુઅલ રિલેશન દર્શાવવામાં આવ્યા હતા, જેના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. ઘણા થિયેટરોએ તેનું પ્રદર્શન અટકાવી દીધું હતું. રીવ્યુ પછી, ફિલ્મને કોઈપણ કાપ વિના ફરીથી રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઈન્ડિયાઝ ડોટર

2012 ના દિલ્હી ગેંગરેપ કેસ પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ ” ઈન્ડિયાઝ ડોટર” ના ભારતમાં પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાહેર લાગણી અને આરોપીઓ સાથેના ઇન્ટરવ્યુને લગતા વિવાદ વચ્ચે કોર્ટે આ પ્રતિબંધનો આદેશ આપ્યો હતો.

કામસૂત્ર: અ ટેલ ઓફ લવ

મીરા નાયર દ્વારા દિગ્દર્શિત, કામસૂત્ર: અ ટેલ ઓફ લવને ભારતમાં તેના સ્પષ્ટ જાતીય સીન અને નગ્નતાને કારણે પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ ઘણા દેશોમાં રિલીઝ થઈ હતી, પરંતુ તેના મૂળ ફોર્મેટમાં ક્યારેય ભારતીય થિયેટરોમાં પહોંચી ન હતી.

પાંચ

અનુરાગ કશ્યપની દિગ્દર્શિત પહેલી ફિલ્મ, પાંચને વધુ પડતી હિંસા, ડ્રગ્સનો ઉપયોગ અને અપશબ્દોને કારણે CBFC દ્વારા પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. પછીથી તેને કેટલાક કાપ સાથે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ ફિલ્મ ક્યારેય ભારતીય થિયેટરોમાં રિલીઝ થઈ ન હતી



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *