ચોખા દાળ પલાળવાનું ભૂલી ગયા? ઘઉંના લોટ માંથી બનાવો ઇન્સ્ટન્ટ આટા ઉત્તપમ, જાણો સરળ રેસીપી

ચોખા દાળ પલાળવાનું ભૂલી ગયા? ઘઉંના લોટ માંથી બનાવો ઇન્સ્ટન્ટ આટા ઉત્તપમ, જાણો સરળ રેસીપી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Atta Uttapam Recipe : આજકાલ કોઈની પાસે લાંબા સમય સુધી રસોડામાં ઊભા રહેવાનો અને કલાકો સુધી રસોઈ કરવાનો સમય નથી. દરેક વ્યક્તિ કંઈક એવું બનાવવા માંગે છે જે સ્વસ્થ અને પળવારમાં તૈયાર હોય. આ માટે તમે વિવિધ વાનગીઓ શોધતા રહીએ છીએ. આવી સ્થિતિમાં, ઘઉંના લોટ અને અમુક શાકભાજીમાંથી તૈયાર કરાયેલ ઇન્સ્ટન્ટ ઉત્તપમ એક સારો વિકલ્પ હોઈ શકે છે.

જો તમે દરરોજ પરાઠા, ટોસ્ટ, પૌઆ અથવા ચીલાથી હટકે કંઈક અલગ ખાવા માંગો છો, તો તમે આ ઇન્સ્ટન્ટ આટા ઉત્તપમ રેસીપી બનાવી શકો છો. ઓછા સમયમાં બની જતી આ વાનગી દિવસની શરૂઆતથી લઈને સાંજની થોડી ભૂખ સુધી ગમે ત્યારે સરળતાથી તૈયાર કરી શકાય છે. તેની ખાસ રેસીપી પ્રખ્યાત શેફ કુણાલ કપૂરે તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરી છે.

આટા ઉત્તપમ રેસીપી માટે સામગ્રી

  • ઘઉંનો લોટ – 1 કપ
  • મીઠું – 1 ચમચી
  • દહીં – 3 ચમચી
  • બેકિંગ સોડા – 1/2 ચમચી 
  • પાણી – 1 કપ
  • તેલ – 1 ચમચી
  • ડુંગળી, ટામેટા, કોથમીર – ઝીણા સમારેલા

ચટણીના વઘાર માટે સામગ્રી

  • તેલ – 2 ચમચી
  • હીંગ – 1/2 ચમચી
  • જીરું – 1 ચમચી જીરું – 1 ચમચી
  • કડી પત્તા – 6-7 ચમચી
  • આદુ – 2 ચમચી
  • લીલા મરચાં – 2 ચમચી
  • લાલ મરચાં – 3/4 ચમચી

ઉત્તપમ્ કેવી રીતે બનાવવા?

સૌ પ્રથમ ઉત્તપમનું ખીરું તૈયાર કરો, જેના માટે તમારે એક બાઉલમાં ઘઉંનો લોટ લો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, બેકિંગ સોડા, દહીં, સ્વાદ મુજબ મીઠું અને પાણી રેડી સારી રીતે મિક્સ કરી લો. આ ખીરામાં તડકો લગાવવા માટે પેનમાં થોડું તેલ ગરમ કરો, તેમા હીંગ, રાઇ, જીરું અને મીઠા લીમડાના પાનનો તડકો લગાવો. આ વઘારમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ પણ ઉમેરી શકો છો. હવે આ વઘારને ખીરામાં રેડો.

હવે એક નોન સ્ટીક પેન ગરમ કરો, તેના પર ખીરુ પાથરો. આ દરમિયાન ગેસની આંચ ધીમી રાખો. હવે તેની ઉપર થોડી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર અને થોડું તેલ ઉમેરો. હવે તેને પલટાવીને બન્ને બાજુ શેકી લો. ઉત્તપમ સહેજ બ્રાઉન અને ક્રિસ્પી શેકવા. આ રીતે ખીરા માંથી ઉત્તપમ બનાવો.

 આ પણ વાંચો | પેશાવરી છોલે ખાધા છે? આખા મસાલા માંથી બનાવો આ ખાસ વાનગી

તડકા વાળી ચટણી કેવી રીતે બનાવવી

તડકા વાળી ચટણી બનાવવા માટે જાડા દહીંનો ઉપયોગ કરો. તેમાં છીણેલી કાકડી, થોડું મીઠું, કાળું મીઠું, બરછટ પીસેલું કાળા મરી ઉમેરો. હવે એક કઢાઇમાં હલકું તેલ ગરમ કરો, પછી તેમા હીંગ, સૂકા લાલ મરચાં, અડદની દાળ, જીરૂ અને મીઠા લીમડાના પાન સાંતળો. હવે આ તડકાને દહીંના મિશ્રણમાં રેડો અને સારી રીતે મિક્સ કરી લો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *