ગુજરાતમાં મેઘો રીઝ્યો, 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 8.58 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં મેઘો રીઝ્યો, 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, વાપીમાં 8.58 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


In the present day Gujarat rain replace: ગુજરાતમાં ધીમે ધીમે વરસાદ જામતો જાય છે. અને વરસાદ પડવાનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અત્યારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડી રહ્યો છે. જોકે, રાજ્યના બીજા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વરસાદ વાપીમાં 8.58 ઈંચ પડ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 6 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી 7 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં 8.58 ઈંચ નોંધાયો હતો. 

રાજ્યના 16 તાલુકામાં 4થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

વરસાદના આંકડા પ્રમાણે 6 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાથી 7 જુલાઈ 2026, સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 16 તાલુકામાં 4થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકા

વરસાદ(ઈંચમાં)

વાપી

8.58

કામરેજ

6.46

પારડી

6.34

ઉમરગામ

6.26

ગોધરા

6.14

નાનાપોંધા

5.91

કપરાડા

5.79

સુરત શહેર

5.39

વલસાડ

5.28

ખેરગામ

4.88

લાઠી

4.61

ભાવનગર

4.49

સિહોર

4.45

બાબરા

4.37

અમરેલી

4.25

રાધનપુર

4.21

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, PDF જુઓ

આ પણ વાંચોઃ- ગુજરાતમાં સિંહે માણસ પર કર્યો હુમલો, પગ પકડીને નીચે બેસી ગયો, રુંવાડા ઉભા કરે તેવો વીડિયો વાયરલ

દેશભરના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર દેશભરના 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. કેટલાક રાજ્યો માટે લાલ વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *