Gandhinagar ACB Lure : ગુજરાતમાં વધુ એક સરકારી અધિકારીને મોટી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રંગેહાથે દબોચ્યા છે. ગાંધીનગરના ઉર્જા વિભાગમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારી અશ્વિન બી. ચૌધરીને ₹ 5.51 લાખની લાંચ લેતી વખતે ACB એ પકડ્યા છે. ACB એ પકડ્યા બાદ સરકારી અધિકારીની માલિકીના અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન મળેલી બેનામી સંપત્તિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
સોલાર પેનલની મંજૂરી માટે લાંચ માંગી
સમગ્ર ઘટનાની વાત કરીયે તો, એક વ્યક્તિએ સોલાર પેનલ લગાવવા માટે જરૂરી NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવા અરજી કરી હતી. એનઓસી આપવા માટે મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કર્યો હતો. અરજદારની ફરિયાદના આધારે ACB દ્વારા વોચ ગોઠવવામાં આવી છે અને ક્લાસ વન ઓફિસરને લાંચ સ્વીકારતા રંગેહાથે દબોચી લીધા હતા. લાંચ પેટેની 5 લાખ રકમ સરકારી અધિકારીની કાર માંથી જ મળી આવી હતી.
સરકારી અધિકારી પાસે અઢળક સંપત્તિ
એન્ટી કરપ્શન બ્યૂરો ટીમ દ્વારા વધુ તપાસ માટે મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીના ગાંધીનગર, અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર એકસાથે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીના ઘરે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મલી આવી હતી. તપાસ દરમિયાન જુદા જુદા સ્થળો પરથી કુલ અધધધ 1.76 કરોડ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. ઉપરાંત 88 લાખ 82 હજાર રૂપિયાની મૂલ્યના સોના ચાંદીના દાગીના પણ મળ્યા છે.
ગાંધીનગર ઉદ્યોગભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (વર્ગ-૧) વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી એ.સી.બી.@sanghaviharsh@PIYUSH_270871@DeepakMeghani@InfoGujarat@HARESHM38109376@BaldevD11469478#ACBGujarat#Gujarat#FightAgainstCorruptionpic.twitter.com/hgQBVT0uD6
— ACB Gujarat (@ACBGujarat) June 1, 2026
સોલાર પેનલની મંજૂર 140 ફાઇલોની તપાસ થશે
ACBના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં 1 જૂન 2026થી ચાઇનીઝ સોલાર પેનલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આથી 31 મે પહેલા ચાઈનીઝ સોલાર પેનલ માટે મંજૂરી મેળવવા ઘણી બધી અરજીઓ આવી હતી. આ અરજીઓ મંજૂર કરવા માટે ઊર્જા વિભાગના અધિકારીઓ દ્વારા લાંચ માંગવાની ACBને ફરિયાદો મળી હતી. આ ઘટના બાદ લાંચ રૂશ્વચ વિરોધી વિભાગ હરકતમાં આવ્યું છે. ACB દ્વારા મે મહિનામાં મંજૂર થયેલી 140 ફાઇલોની પણ તપાસ કરવામાં આવી શકે છે.
