ખાંડ વગર પણ બનશે એકદમ ટેસ્ટી સોજીનો શીરો, પરફેક્ટ રેસીપી આ રહી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


જીવનશૈલી | મીઠાઈઓ વગર ભારતીય તહેવારો અને પ્રસંગો અધૂરા માનવામાં આવે છે. સામાન્ય રીતે સોજીનો શીરો બનાવતી વખતે સફેદ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ રેસીપીમાં ખાંડને બદલે ઓર્ગેનિક દેશી ગોળ અને દૂધનો ઉપયોગ કરીને તેને વધુ પૌષ્ટિક અને ટેસ્ટી બનાવવામાં આવ્યો છે. 

ખાંડ વગરનો સોજીનો શીરો એ સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક લોકો, બાળકો અને વડીલો માટે એક પરફેક્ટ હેલ્ધી ઓપ્શન છે. ગોળમાં રહેલું આયર્ન અને દૂધ ઘીનું પોષણ આ વાનગીને સ્વાસ્થ્યવર્ધક બનાવે છે.

ખાંડ વગરનો સોજીનો શીરો રેસીપી 

સામગ્રી 

  • 1 કપ રવો
  • 3 કપ દૂધ 
  • 1 કપ ઘી
  • 1 કપ ગોળ 
  • 1 નાની ચમચી એલચી પાવડર
  • દૂધમાં પલાળેલું કેસર
  • સમારેલી અને શેકેલી બદામ
  • સમારેલા પિસ્તા

ખાંડ વગરનો સોજીનો શીરો બનાવવાની રીત

એક અલગ વાસણમાં 3 કપ દૂધ અને 1 કપ ગોળ ભેગા કરો. તેને મધ્યમ આંચ પર ગરમ કરો જેથી ગોળ દૂધમાં બરાબર ઓગળી જાય. દૂધને ઉકાળવાનું નથી, માત્ર ગોળ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ બાજુ પર રાખો.

એક કડાઈમાં 1 કપ ઘી ગરમ કરવા મૂકો. ઘી ઓગળે એટલે તેમાં 1 કપ રવો ઉમેરો. ધીમા થી મધ્યમ તાપે રવાને ગોલ્ડન બ્રાઉન કલરનો થાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહીને શેકો.

રવો શેકાઈ જાય એટલે તેમાં સમારેલી બદામ અને પિસ્તા ઉમેરીને 1 મિનિટ માટે સાથે જ સાંતળી લો, જેથી ડ્રાયફ્રૂટ્સ પણ સરસ ક્રિસ્પી થઈ જાય.

હવે શેકેલા રવામાં તૈયાર કરેલું ગોળ-દૂધનું મિશ્રણ ધીમે-ધીમે ઉમેરતા જાવ અને સતત હલાવતા રહો જેથી ગાંઠો ન પડે.

મિશ્રણને ધીમા તાપે પકાવવું. સોજી બધું દૂધ શોષી લેશે અને મિશ્રણ ઘટ્ટ થવા લાગશે. જ્યારે શીરો કડાઈની સપાટી છોડવા લાગે અને ઘી અલગ પડવા લાગે, ત્યારે તેમાં દૂધમાં પલાળેલું કેસર અને 1 નાની ચમચી એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

ગરમાગરમ સોજી-ગોળનો શીરો તૈયાર છે. ઉપરથી શેકેલી બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *