એકદમ મજેદાર અને ક્રીમી ડ્રાયફ્રૂટ્સ ચીઝ કેક, બધા ખાતા રહી જશે!

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


શું તમે ગિલ્ટ-ફ્રી એટલે કે વજન વધવાની ચિંતા વગર ટેસ્ટી ડેઝર્ટ ખાવા માંગો છો? તો આ ડ્રાયફ્રૂટ્સ ચીઝકેક તમારા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે! આ ચીઝકેકની ખાસિયત એ છે કે તેમાં મેદો, ખાંડ કે બટરનો ઉપયોગ થતો નથી. તમે જનમાષ્ટમી પર ખાસ આ રેસીપી ટ્રાય કરી શકો છો.

ટ્રેડિશનલ ડાયફ્રુટ્સને અલગ ટચ આપીને ક્રીમી ચીઝકેક બનાવી શકો છો, જેમાં ક્રન્ચી મખાના અને ડ્રાયફ્રૂટ્સનો બેઝ અને કેસથી ભરપૂર છે, આ રેસીપી બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી!

ડ્રાયફ્રૂટ્સ ચીઝકેક રેસીપી 

બેઝ માટે સામગ્રી

  • 1 કપ મખાના
  • 1/4 કપ કાજુ
  • 1/2 કપ બદામ
  • 1/3 કપ તરબૂચના બીજ
  • 5-7 ખજૂર

ક્રીમી લેયર માટે સામગ્રી 

  • 250 ગ્રામ પનીર 
  • દહીં
  • કેસર
  • એલચી અથવા જાયફળ પાવડર
  • ગોળનો પાઉડર સ્વાદ મુજબ
  • સમારેલા પિસ્તા ગાર્નિશ માટે

ડ્રાયફ્રૂટ્સ ચીઝકેક બનાવવાની રીત 

સૌ પ્રથમ મખાના, કાજુ, બદામ અને તરબૂચના બીજને 7-8 મિનિટ માટે શેકો. તેમને સંપૂર્ણપણે ઠંડુ થવા દો, ખજૂર સાથે બ્લેન્ડરમાં ઉમેરો અને બરછટ મિશ્રણમાં ભેળવી દો.

હવે એક બ્લેન્ડરમાં પનીર, દહીં, કેસર દૂધ મિક્ષ કરીને સારી રીતે પીસી લો, અને સ્મૂધ પેસ્ટ બનાવો,  હવે એમાં ઈલાયચી પાઉડર અથવા જાયફળ પાઉડર ઉમેરો.

આ મિક્ષરમાં તમે ગોળ પાઉડર ઉમેરી શકો છો, ક્રીમી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે મખાના અખરોટના મિશ્રણને એક બાઉલમાં મજબૂત રીતે દબાવો જેથી બેઝ બને.

તેના પર ક્રીમી મિશ્રણ રેડો અને 5 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકો. સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરો અને ઠંડી સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *