ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો નવો પ્રદેશ ગણાવ્યો, કહ્યું – જળમાર્ગ ખુલ્લો છે

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Strait of Hormuz : ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે અમેરિકાનો ભાગ છે. તેમણે પોતાની પોસ્ટમાં નકશો પણ જાહેર કર્યો છે. અન્ય એક પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે હોર્મુઝ ખુલ્લું છે અને ત્યાંથી જહાજોની અવરજવર યથાવત્ છે.

આ જળમાર્ગને લઇને ટ્રમ્પની આ વાત ફક્ત એક વખત આપવામાં આવેલી ધમકી કરતાં વધુ માનવામાં આવે છે. તેમણે ઘણી વખત આ જળમાર્ગને અમેરિકાનો વિસ્તાર જાહેર કરવાનો વિચાર રજૂ કર્યો છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો કે તેઓ આ જળમાર્ગને અમેરિકન વિસ્તાર જાહેર કરવાની તરફેણમાં છે. તેમણે દાવો કર્યો હતો કે ઇરાનની નાકાબંધી દ્વારા અમેરિકા પહેલાથી જ આ જળમાર્ગ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે.

અમેરિકાએ નવો વિસ્તાર ગણાવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક નકશો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં આ મહત્વપૂર્ણ જળમાર્ગને અમેરિકાનો નવો પ્રદેશ ગણાવવામાં આવ્યો હતો. બીજી તરફ ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકા વચગાળાના શાંતિ કરાર હેઠળ આપેલા વચનો પૂરા નહીં કરે ત્યાં સુધી જળમાર્ગ બંધ રહેશે.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે : ટ્રમ્પ

અન્ય એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન સાથે કોઈ વાતચીત થઈ રહી નથી અને આવી કોઈ વાતચીત થવાની નથી. આ વિસ્તારમાં અમેરિકી નૌકાદળની નાકાબંધી પૂરજોશમાં ચાલી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે અને ત્યાં જહાજોની અવરજવર યથાવત્ છે. પાણીમાં નાખવામાં આવેલી તમામ લેન્ડમાઇન દૂર કરવામાં આવી છે અથવા નષ્ટ કરવામાં આવી છે.

આ જળમાર્ગ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું હતું કે મને લાગે છે કે આ એક સારો વિચાર છે. મારો મતલબ છે, નાકાબંધી દ્વારા અમારું તેના પર નિયંત્રણ છે. મને તેને અમેરિકન વિસ્તાર જાહેર કરવાનો વિચાર ગમે છે. આ જળમાર્ગ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. 

ટ્રમ્પે શુક્રવારે પણ જાહેરમાં કહ્યું હતું કે તેઓ ઇરાન સાથેના યુદ્ધ પછી જળમાર્ગને યુએસ પ્રદેશ જાહેર કરવાનું વિચારી રહ્યા છે. લોંગ આઇલેન્ડ પર રિપબ્લિકન રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે ઈરાનને ખરાબ રીતે હરાવ્યા બાદ અને તે ખૂબ જ ખરાબ રીતે હારી રહ્યું છે. હું ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટને યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રદેશ જાહેર કરીશ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *