અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પીકઅપની પાછળ ઘૂસી ઈકો કાર, આગ લાગતા પરિવાર સામે જ ડ્રાઈવ જીવતો સળગ્યો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર પીકઅપની પાછળ ઘૂસી ઈકો કાર, આગ લાગતા પરિવાર સામે જ ડ્રાઈવ જીવતો સળગ્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Vadodara categorical freeway accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર છાસવારે અકસ્માતો સર્જાય છે. ત્યારે વધુ એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે. પોઈચા નજીક એક્સપ્રેસ વે પર આગળ જતી પીકઅપ પાછળ ઈકો કાર ઘૂસી જતાં ઈકોમાં આગ લાગી હતી. અગમાં ડ્રાઈવ જીતવો સળગતા મોત નીપજ્યું હતું. આ ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. પરિવાર સામે જ પોતાના સભ્યનું કમકમાટી ભર્યું મોત જોતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડ તેમજ પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચીને આગળની કામગીરી હાથધરી હતી. 

પીકપમાં ધડાકા ભેર ઘૂસી ઈકો કાર

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક મંગળવારે સાંજે   આગળ જઈ રહેલી પીકઅપ વાનની પાછળ ઇકો કાર ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. ભયાનક ટક્કરના કારણે અકસ્માત બાદ ઇકો કારમાં તરત જ આગ લાગી હતી.

ડ્રાઈવરનું જીવતા સળગતા મોત

વધુ મળતી માહિતી પ્રમાણે અકસ્માત બાદ ઇકો કારના ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતાં તે આગની જ્વાળાઓમાં જીવતો ભડથું થયો હતો. આગના કારણે ઇકો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર અન્ય પાંચ લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ- મોદીએ નેહરુનો રેકોર્ડ તોડ્યો, સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા, NDA સરકારે 12 વર્ષ પૂર્ણ કર્યા

ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *