અમદાવાદ રિક્ષા ટેક્સી ચાલકોની હડતાળ, સસ્તી ઓનલાઇન કેબ સામે વિરોધ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad Rickshaw Taxi Strike : અમદાવાદમાં રિક્ષા ટેક્સી ચાલકોએ આજે 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસની હડતાળનું આહ્વાન કર્યું છે. રિક્ષા ટેક્સી ડ્રાઇવર યુનિયનો એ ઓનલાઇન કેબ, રિક્ષા અને રેપિડો બાઇકના ઓછા ભાડા સામે વાંધો ઉઠાવ્યો છે. ઓનલાઇન કાર રિક્ષાના ઓછા ભાડાથી અન્ય ઓફલાઇન રિક્ષા ચાલકોને નુકસાન થઇ રહ્યું છે. આજે રિક્ષા ટેક્સી ચાલકોની હડતાળથી સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

2 લાખ જેટલા રિક્ષા ટેક્સી ચાલકો હડતાળ પર

અમદાવાદમાં રિક્ષા ટેક્સી ચાલકોએ રોજગાર બચાવ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનમાં કુલ 12 યુનિયનો જોડાયા છે, જેમા 1 ટેક્સી ચાલક સંગઠન અમદાવાદ ટેક્સી ડ્રાઇવર્સ યુનિયન પણ છે. આ સંગઠનોમાં જોડાયેલી લગભગ 2 લાખ જેટલા રિક્ષા અને ટેક્સી ચાલકો 4 દિવસ સુધી હડતાળ પર છે અને કોઇ ડ્રાઇવર પેસેન્જરને બસાડશે નહીં.   

રિક્ષા ટેક્સી ચાલકોની માંગણીઓ

અમદાવાદમાં રિક્ષા ટેક્સી ચાલકોએ ઓનલાઇન કાર અને રિક્ષાના ઓછા ભાડા સામે વાંધો ઉઠાવ્યો છે. ધ ઓલ ગુજરાત ઓટોરિક્ષા ડાઇવર્સ યુનિયનના કન્વિનર વિજય ભાઇ સરસાવા જણાવે છે કે, અમે 7 થી 10 સપ્ટેમ્બર સુધી હડતાળનું આહ્વાન કર્યું છે. આ હડતાળ પાછળ અમારી મુખ્ય 4 માંગણીઓ છે.

ઓનલાઇન રિક્ષા ટેક્સીના લઘુતમ ભાડાં નક્કી કરો

ઓનલાઇન કેબનું મિનિમમ ભાડું રિક્ષાના લઘુતમ ભાડા જેટલા કરવામાં આવે છે. ઓનલાઇન કેબ અને રીક્ષામાં ઓફલાઇન કરતા ઓછું ભાડું મળવાથી ઓફલાઇન ડ્રાઇવરનો નુકસાન થઇ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા મિનિમમ રિક્ષા ભાડું ₹ 25 પ્રતિ કિમી નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ઓનલાઇન રિક્ષા અને ટેક્સી માટે લઘુતમ ભાડાં નક્કી કરવામાં આવ્યા નથી. આથી સરકારને ઓનલાઇન કેબ બુકિંગમાં મિનિમમ ભાડાં પ્રતિ કિમી ₹ 20 નક્કી કરવાની માંગણી છે.

CNG ભાવ વધારા પર અંકુશ

રિક્ષા ટેક્સી ડ્રાઇવર સંગઠનોએ સરકારને સીએનજીમાં ભાવ વધારો પર અંકુશ મૂકવા માંગણી કરી છે. તાજેતરમાં સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેની સામે રિક્ષા ભાડામાં પુરતો વધારો થયો નથી. 

રેપિડો બાઇક માટે કડક નિયમ

રેપિડો બાઇકમાં રિક્ષા કરતા પણ ઓછું ભાડું વસૂલવામાં આવતું હોવાથી રિક્ષા ટેક્સી ડ્રાઇવરોને મોટું નુકસાન થઇ રહ્યું છે. રેપિડો બાઇક નિયમો વિરુદ્ધ ચાલી રહી છે. આથી રેપિડો ટુ વ્હીકલ માટે પીળી નંબર સાથે કોમર્શિયલ કેબ વ્હીકલ જેવા નિયમો લાગુ કરવાની માંગણી છે. 

Ahmedabad Rickshaw Taxi Strike

હડતાળના દિવસે ઓનલાઇન કંપનીઓએ ભાડાં વધાર્યા

અમદામાદમાં રિક્ષા ટેક્સી ચાલકોની હડતાળથી લોકો પરેશાન છે. હડતાળની તકનો લાભ લઇ ઓનલાઇન કંપનીઓએ કેબના ભાડાં 2 થી 3 ગણા વધારી દીધા છે. આવી સ્થિતિમાં મુસાફરો અને સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ઓનલાઇન કેબ કંપનીઓનું કમિશન

ઓનલાઇન રિક્ષા અને ટેક્સી ચલાવતા ડ્રાઇવરો પાસેથી ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓ તોતિંગ કમિશન વધે છે. રિક્ષા ટેક્સી સંગઠનના પ્રાપ્ત માહિતી મુજબ ઓનલાઇન એગ્રીગેટર કંપનીઓ રિક્ષા અને ટેક્સી ચાલકો પાસેથી એક દિવસના લોગ ઇન પર ₹ 19 સુધી કમિશન ચાર્જ વસૂલે છે. અમુક કંપનીઓ 15 દિવસ અને માસિક લોગ ઇન પાસની સુવિધા આપે છે, જેની માટે ₹ 199 થી 299 ચાર્જ વસૂલે છે.  



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *