Agniveer Companies Prolonged : અગ્નિવીર યોજનાને લઇને કેન્દ્રીય કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં મોટા નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અગ્નિવીર યોજના હેઠળ ભરતી થયેલા અગ્નિવીરોમાંથી 25 ટકા હવે નિયમિત સૈનિક બનશે જ્યારે 75 ટકાને બે વર્ષનું એક્સ્ટેન્શન મળશે. આ યોજના ચાર વર્ષના સેવાના સમયગાળા સાથે શરૂ કરવામાં આવી હતી.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ એનએસ રાજા સુબ્રમણિએ કહ્યું કે આજનો દિવસ ભારતીય સંરક્ષણ દળો અને અગ્નિવીરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. કેન્દ્રીય મંત્રીમંડળે અગ્નિવીરોને ભારતીય સશસ્ત્ર દળોમાં કાયમી ધોરણે સામેલ થવાનો એક નવો રસ્તો આપ્યો છે.
અગ્નિપથ યોજના 14 જૂન 2022ના રોજ શરૂ કરવામાં આવી
તેમણે માહિતી આપી કે અગ્નિપથ યોજના 14 જૂન 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અગ્નિવીરોની કામગીરીનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે અને સમયાંતરે યોજનાની સમીક્ષા કરવામાં આવશે. હવે અગ્નિવીરોની પ્રથમ બેચ તેમની ચાર વર્ષની સેવા અવધિ પૂર્ણ કરવાની નજીક છે. છેલ્લા ચાર વર્ષમાં તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમના કામને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.
#WATCH | Delhi: Chief of Defence Workers Normal NS Raja Subramani says, “… 25% of these (Agniveers) who full their preliminary four-year engagement interval shall be enrolled as common troopers. Relating to the remaining 75%, the Indian Defence Forces have advisable—and the Cupboard has accepted at this time—that they be granted a second engagement interval of two years. Upon finishing this two-year extension, all these Agniveers shall be supplied the chance to enroll as common troopers within the Indian Armed Forces, contingent upon their very own willingness and their potential to fulfill goal choice standards.”
— ANI (@ANI) November 4, 2026
જનરલ સુબ્રમણિના જણાવ્યા અનુસાર પૂર્વનિર્ધારિત વ્યવસ્થા હેઠળ, 25 ટકા અગ્નિવીરોને યોગ્યતાના આધારે નિયમિત સેનામાં સામેલ કરવાના હતા જ્યારે બાકીના 75 ટકાને ચાર વર્ષ પછી મુક્ત કરવાના હતા. હવે નવી સિસ્ટમ હેઠળ આ 75 ટકા અગ્નિવીરોને બે વર્ષની વધારાની સેવાની તક આપવામાં આવશે.
KPSC ભરતી કૌભાંડમાં ED નો ખુલાસો, શિવશંકરપ્પા સાહુકર 35 કરોડ રૂપિયાનો બનાવી રહ્યો હતો ડ્રીમ પ્રોજેક્ટ
અગ્નિવીરોને નિયમિતપણે સેનામાં જોડાવાની વધુ તકો મળશે
બે વર્ષનો આ વધારાનો સમયગાળો પૂર્ણ થવા પર આ અગ્નિવીરોને નિયમિત સૈનિકો તરીકે ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાવાની તક પણ મળશે. જોકે આ માટે તેમને તેમની પોતાની ઇચ્છા અને નિર્ધારિત વાજબી પસંદગીના માપદંડને પૂર્ણ કરવાની જરૂર પડશે. જનરલ સુબ્રમણિએ કહ્યું કે આ નિર્ણયથી અગ્નિવીરોને નિયમિતપણે સેનામાં જોડાવાની વધુ તકો મળશે.
