અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણી, એન્ટાલિયામાં ગણેશ દાદાની મૂર્તિની સ્થાપના

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Ganesh Chaturthi 2026 At Ambani Home : ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે 10 દિવસનો ગણેશ ઉત્સવ શરૂ થઇ ગયો છે. 14 સપ્ટેમ્બરથી ચાલનારો 10 દિવસનો આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મુંબઈમાં બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ દર વર્ષની જેમ આ વખતે પણ પોતાના ઘરે બાપ્પાની પધરામણી કરી છે. 

અંબાણી પરિવારથી લઈને શિલ્પા શેટ્ટી, સુનિતા આહુજા અને અન્ય ઘણા સ્ટાર્સ દ્વારા પોતાના ઘરે ગણપતિ બાપ્પાની ગ્રાન્ડ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના આંગણે ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના 27 માળના એન્ટાલિયા ઘરને રંગબેરંગી લાઇટ અને ફુલોથી સજાવવામાં આવ્યું છે.

અંબાણીના આંગણે ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત 

અંબાણી પરિવારના આંગણે ગણપતિ બાપ્પાના સ્વાગતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ભગવાન ગણેશની આગમનની ખુશીમાં મુકેશ અંબાણીના ઘર એન્ટાલિયાને દુલ્હનની જેમ વિવિધ ફુલો અને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યું છે. 

વાયરલ વીડિયોમં ગણેશ ભગવાનની મૂર્તિને એક વાહનમાં રાખીને એન્ટાલિયા લાવવામાં આવી છે, તેની પાછળની કારમાં અનંત અંબાણી બેઠેલા દેખાય છે. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા અંબાણી બપ્પાની પૂજા કરતા અને અન્ય ધાર્મિક વિધિઓ કરતા જોવા મળ્યા હતા. પરિવારના બે નાના બાળકો પણ રાધિકા સાથે કારમાં બેઠા જોવા મળ્યા હતા.

અંબાણીના ઘરે બાપ્પાના આગમન પર દર વખતની જેમ આ વર્ષે પણ જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા અનંત અંબાણી અને રાધિકા અંબાણી ગણપતિ દાદાની મૂર્તિ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રાધિકા અંબાણી ઉત્સાહપૂર્વક ગણપત્તિ બાપ્પા મોરિયા બોલી રહી છે. અંબાણી પરિવારની નાની વહુ સાથે એક નાનું બાળક પણ વીડિયોમાં દેખાય છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *