Final Up to date:
How one can Lose Weight Quick: એક ફિટનેસ ઇન્ફ્લ્યુએન્સરએ પોતાની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું, બ્રેક-અપ બાદ તેણે કેવી રીતે પોતાનું વજન ઘટાડ્યું. તેણે ઘરે બનેલા સામાન્ય આહારથી પોતાનું 39 કિલો વજન ઘટાડી બતાવ્યું છે.
એક ફિટનેસ ઇન્ફ્લ્યુએન્સર શેરોન રોડ્રિગ્સ નામની ઇન્ફ્લ્યુએન્સરે પોતાની કહાની જણાવતા, કે તેને પ્રેમમાં દગો મળ્યા બાદ તેણીએ પોતાનું વજન ઘટાડ્યું. એક સમયે વધતા વજનથી પરેશાન રહેતી શેરોને કોઈ મોંઘા જિમ કે સ્ટ્રિક્ટ ડાયટની મદદ નથી લીધી. તેણે ઘરે બનેલા સામાન્ય આહારથી પોતાનું 39 કિલો વજન ઘટાડી બતાવ્યું છે. ત્યારે અહીં આપણે તેની મોટિવેશનલ ફિટનેસ જર્ની અંગે જાણીશું.
ફિટનેસ અને હેલ્થ ઇન્ફ્લ્યુએન્સર શેરોને જણાવ્યું કે તેણે પોતાની જર્નીમાં સૌથી વધુ જોર સિમ્પલ ટેક્નિક પર આપ્યું હતું. તેણે માત્ર 5 બેસિક બાબતો પર ધ્યાન આપ્યું.
-ભોજન સરળ અને ટેસ્ટી હોય
-દરેક આહારમાં વધુ પ્રોટીન હોય
-ભૂખ લાગે ત્યારે જમવું અને ભૂખ્યા ન રહેવું
-પોતાની પાસે હેલ્ધી સ્નેક્સ રાખવો જેથી કંઈપણ ન ખાઈ લેવાય
-ભોજન અંગે પહેલેથી પ્લાન બનાવવો જેથી સમય ન બગડે
તેણી પોતાના દિવસની શરૂઆત ખૂબ જ લાઇટ રાખતી. તે સૌપ્રથમ રૂટિનમાં સપ્લિમેન્ટ્સ અને ડ્રિંક્સ લેતી હતી. સવારે તેણી હર્બલ ટી (મધ, લીંબુ, આદુ, તજ અને ગરમ પાણી) લે છે. તે કસરત પહેલાં પ્રિ-વર્કઆઉટ ડ્રિંક લે છે અને વર્કઆઉટ બાદ 1 વ્હે પ્રોટીન શેક પીવે છે. જેનાથી તેને 24-25 ગ્રામ પ્રોટીન મળે છે. દિવસમાં 2 વખત ખાંડ વિના કોફી લે છે.
શેરોને જણાવ્યું હતું કે તે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતી હતી અને દિવસનો પ્રથમ મીલ બપોરે 12 વાગ્યે લેતી હતી. તેનો ફેવરેટ નાસ્તો ‘ઓવરનાઈટ પ્રોટીન ઓટ્સ’ છે, જે સવારે ખાતી હતી. જેમાં તે 40 ગ્રામ ઓટ્સ, 150 ગ્રામ હાઇ-પ્રોટીન દહીં અને 80 ગ્રામ બ્લુબેરી મિક્સ કરે છે. તેમાં ચિયા અને ફ્લેક્સ સીડ પણ હોય છે. તેમાં 350 કેલરી છે, જે 4-5 કલાક સુધી પેટ ભરેલું રાખે છે.
જલ્દી ડિનર કરવું તેની વેટલોસ જર્નીનો સૌથી મહત્વનો ભાગ છે. તે સાંજે 6 વાગ્યા સુધીમાં પોતાનું છેલ્લું મિલ ખાઈ લે છે, જેમાં તેણી હાઈ-પ્રોટીન ચિકન સલાડ લે છે. જેમાં 200-220 ગ્રામ ગ્રિલ્ડ ચિકન બ્રેસ્ટ, મિક્સ સલાડ લીવ્સ, ખીરા, ટામેટા અને અડધા એવોકાડોનો સમાવેશ થાય છે. જેમાંથી તેને 65-70 ગ્રામ પ્રોટીન મળે છે.
લોકો વજન ઘટાડવા માટે મીઠાઈ ખાવાનું છોડી દે છે, પરંતુ તેણે આવું ન કર્યું. તે સ્માર્ટ સ્વીટ્સ ખાતી હતી. તે પ્રોટીન બાર કે હોમ મેડ પ્રોટીન બ્રાઉની ખાતી હતી. તેની એક સર્વિંગથી 180-220 કેલરી મળતી હતી અને 20 ગ્રામ પ્રોટીન મળતું હતું.
શેરોનની ડાયટનો પાયો પ્રોટીન છે. તે ચિકન હોય કે યોગર્ટ હોય કે પ્રોટીન પાવડર, તેણે દરેક મીલમાં પ્રોટીન લીધું હતું. પ્રોટીન મસલ્સને મેન્ટેન કરવાની સાથે ભૂખ પણ કંટ્રોલ કરે છે. જેનાથી તમે અનહેલ્ધી ખાવાનું ટાળો છો.
Disclaimer
(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
Ahmedabad,Gujarat

