Final Up to date:
21 ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 સ્ટેજની શરૂઆત થઈ રહી છે. જ્યાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમશે. જો કે આ દરમિયાન કે રમૂજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદ: 21 ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 સ્ટેજની શરૂઆત થઈ રહી છે. જ્યાં ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 22 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમશે. બંને ટીમો વચ્ચે આ રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આગામી મેચ માટે ભારતીય ટીમ અમદાવાદમાં ખૂબ પરસેવો પાડી રહી છે. જ્યાં પ્રેક્ટિસ સેશન દરમિયાન એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મજાકના અંદાજમાં ઓપનર બેટ્સમેન અભિષેક શર્માના ખિસ્સા ફંફોસ્યા હતા. કદાચ તે ચેક કરવા માગતો હતો કે, ક્યાંક યુવા બેટ્સમેન પોતાના ખિસ્સામાં કાગળનો કોઈ ટુકડો તો નથી લઈને આવ્યો ને.
આઈપીએલ 2025 દરમિયાન સદી પછી અભિષેક શર્માએ પોતાના ખિસ્સામાંથી એક ખાસ નોટ બહાર કાઢી હતી, જેના પર લખ્યું હતું, આ ઓરેન્જ આર્મી માટે છે. કદાચ એ જ કારણ છે કે, આફ્રિકા સામે મહત્વની મેચ પહેલા સૂર્યાએ તેના ખિસ્સા ચેક કર્યા છે. તે જોવા માગતો હતો કે, ક્યાંક તેના ખિસ્સામાં આગામી મેચ માટે કોઈ નોટ તો નથી ને. પરંતુ તેના ખિસ્સામાંથી એવી કોઈ વસ્તુ મળી નહીં.
ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડ કપ 2026 અભિષેક શર્મા માટે અત્યાર સુધી સારો રહ્યો નથી. આ ટૂર્નામેન્ટમાં તેણે ટી ઇન્ડિયા તરફથી ત્રણ મેચમાં ભાગ લીધો છે. આ દરમિયાન તે એકપણ મેચમાં ખાતું ખોલાવી શક્યો નથી. એક મેચમાં તો તેને મેદાનમાં ઉતરવાની તક પણ નહોતી મળી. અભિષેક જે ત્રણ ટીમો સામે શૂન્ય પર આઉટ થયો, તેમાં અમેરિકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સનો સમાવેશ થાય છે. પેટમાં સંક્રમણને કારણે તે નામિબિયા સામે મેદાનમાં ઉતરી શક્યો નહોતો.
Feb 20, 2026 11:47 PM IST

