TVKના 93 નેતાઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા, 40 સામે કેસ, જાણો વિજય થલાપતિ કેટલું ભણેલા છે?

TVKના 93 નેતાઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા, 40 સામે કેસ, જાણો વિજય થલાપતિ કેટલું ભણેલા છે?

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Tamil Nadu  joseph Vijay Oath Ceremony: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે પાર્ટીની ભવ્ય જીત બાદ અભિનેતા માંથી રાજકારણી બનેલા જોસેફ વિજય રાજ્યમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે. રાજ્યપાલે રવિવારે તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે. ટીવીકેના 108 ધારાસભ્યોને કોંગ્રેસ, વીસીકે, ડાબેરી અને મુસ્લિમ લીગ (આઈયુએમએલ)નું સમર્થન છે, જે સાથે કુલ ધારાસભ્યોની સંખ્યા 121 થઈ ગઈ છે. 234 સભ્યોની વિધાનસભામાં 118 બહુમતી છે. હવે બધાની નજર કેબિનેટ મંત્રીઓ અને ટીવીકેની આગેવાની હેઠળની સરકાર પર રહેશે.

વિજય થલાપતિ ની ટીમ યુવા છે

ટીવીકેની જીત પાછળ યુવા મતદારો એક મોટું પરિબળ હોવા છતાં, તેના ઘણા ધારાસભ્યો પણ ખૂબ જ યુવાન છે. 45 વર્ષની સરેરાશ ઉંમર સાથે ટીવીકેના સૌથી નાની વયના ધારાસભ્યની ઉંમર 28 વર્ષ છે. તો પાર્ટીના 41 ધારાસભ્યોની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને માત્ર 10 ધારાસભ્યો 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના છે.

ટીવીકે તેના યુવા મતદારોને સારી રીતે જાણે છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં પાર્ટીના એક યુવા નેતાએ કહ્યું કે, મેં ટીવીકેને પસંદ કર્યું કારણ કે તે એક નવી પાર્ટી છે અને મને સમજાયું કે યુવાનોને ઘણી તકો મળશે. ”

ટીવીકેના ધારાસભ્યના જણાવ્યા અનુસાર, અન્ય રાજકીય પક્ષોનું માળખું જુના લોકોને પ્રોત્સાહન આપે છે, જ્યારે તેમને યુવાન લોહી જોઈએ છે. પરંતુ અહીં, ટીવીકે ખરેખર દરવાજો ખટખટાવવા આવેલા યુવાનોને ટિકિટ આપી હતી. ”

ટીવીકેના એક સૂત્રના જણાવ્યા મુજબ યુવક-યુવતીઓના સમાવેશ પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે તેઓ વિજયના યુવા ફેનબેઝ સાથે તાલ મિલાવીને આગળ વધી શકશે. “પેઢીના પરિવર્તને વિજયને આગળ ધપાવ્યો છે અને યુવાનોએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ”

93 નેતાઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા

જો કે, એક નવો રાજકીય પક્ષ હોવાને કારણે, ટીવીકેને ચૂંટણી લડવા માટે ઘણા નવા રાજકીય લોકો પર નિર્ભર રહેવું પડ્યું છે, ફક્ત થોડા નેતાઓ પાસે અગાઉનો રાજકીય અને ચૂંટણી અનુભવ છે. ટીવીકેના 107 ધારાસભ્યો (વિજયની બીજી બેઠક સિવાય) માંથી 93 ધારાસભ્યો પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તેમાં પાર્ટી પ્રમુખ વિજય પણ સામેલ છે.

જ્યારે અન્ય 6 ધારાસભ્યો રાજકીય પક્ષોના સક્રિય સભ્યો તરીકેનો અગાઉનો અનુભવ ધરાવે છે. તેમાં વીસીકેના પૂર્વ કાર્યકર્તા આધવ અર્જુન, ભાજપ અને AIADMK ના પૂર્વ કાર્યકર્તા આર નિર્મલ કુમાર, ડીએમકેના પૂર્વ સભ્ય આરએસ મુરુગન અને 2024 માં AIADMK ના નીલગિરિ લોકસભાના ઉમેદવાર લોગેશ તમિલસેલ્વનનો સમાવેશ થાય છે. ટીવીકેના માત્ર 8 ધારાસભ્યો ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે.

અગાઉના ધારાસભ્યોમાં AIADMK તિરુપ્પુરના પૂર્વ સાંસદ વી સત્યભામા, AIADMKના પૂર્વ ધારાસભ્યો વી નારાયણન અને એમવી કરુપ્પૈયાનો સમાવેશ થાય છે. ડીએમકેના પૂર્વ નેતા વીએસ બાબુએ આ ચૂંટણીમાં કોલાથુરમાં પૂર્વ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને હરાવ્યા હતા.

આ વર્ષે ચૂંટાયેલા ટીવીકેના વધુ અનુભવી નેતાઓમાં કે.એ. સેંગોટ્ટેયન છે, જે લાંબા સમયથી AIADMKના નેતા રહ્યા છે અને મુખ્યમંત્રી જયલલિતા અને એડપ્પડી કે પલાનીસ્વામી હેઠળ કેબિનેટ પ્રધાન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એન સુબ્રમણ્યમ 2006 થી 2011ની વચ્ચે એક કાર્યકાળ માટે ધારાસભ્ય હતા. તે જ સમયે, એન આનંદ પુડુચેરીથી AINRCના ભૂતપૂર્વ ધારાસભ્ય છે, જે ટીવીકેના મહાસચિવ પણ છે. ટીવીકેના અન્ય પૂર્વ ધારાસભ્ય જેસીડી પ્રભાકર છે, જે બે ટર્મ માટે AIADMKના ધારાસભ્ય હતા અને પાર્ટી માટે કુલ છ ચૂંટણી લડી હતી.

ધારાસભ્યો પાસે કેટલો અનુભવ છે?

જો કે, ટીવીકેના બાકીના ધારાસભ્યો પાસે ફિલ્મ અને મીડિયાથી લઈને મેડિસિન અને કાયદાનો અનુભવ છે. 46 ધારાસભ્યોને પોતાનો બિઝનેસ ચલાવવાની પૃષ્ઠભૂમિ ધરાવે છે, જ્યારે 19 ધારાસભ્યો બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ટીવીકેના ધારાસભ્યોમાં 9 ડોક્ટર અને 8 વકીલોનો પણ સમાવેશ થાય છે, અને 7 ધારાસભ્યો ફિલ્મો અને અન્ય મીડિયા સાથે જોડાયેલા છે.

40 ધારાસભ્યો વિરુદ્ધ કેસ

એફિડેવિટના આંકડા એ પણ દર્શાવે છે કે 67 ધારાસભ્યો (63 ટકા) પાસે સ્નાતકની ડિગ્રી છે. વિજય 15 ધારાસભ્યોમાં સામેલ છે જેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, જ્યારે અન્ય 24 ધારાસભ્યોએ ધોરણ 10 અથવા તેનાથી ઓછો અભ્યાસ કર્યો છે. 67 ધારાસભ્યો વિરુદ્ધ કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી, જ્યારે બાકીના 40 ધારાસભ્યો પર ઓછામાં ઓછો એક ફોજદારી કેસ પેન્ડિંગ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *