Immediately Newest Information Stay Replace in Gujarati 19 January 2026: સ્પેનમાં બે હાઇ-સ્પીડટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 20 થી વધુ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. સ્પેનના પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે દક્ષિણ સ્પેનમાં એક હાઇ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને વિરુદ્ધ દિશામાંથી આવતી બીજી ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા છે.
રેલ ઓપરેટર એડિફના જણાવ્યા અનુસાર, માલાગા અને મેડ્રિડ વચ્ચે દોડતી એક ટ્રેન, જેમાં આશરે 300 મુસાફરો હતા, સ્થાનિક સમય મુજબ સાંજે 7:45 વાગ્યે કોર્ડોબા નજીક પાટા પરથી ઉતરી ગઈ, બીજી ટ્રેનને પાર કરી ગઈ અને મેડ્રિડથી દક્ષિણ સ્પેનના બીજા શહેર હુએલ્વા જતી બીજી ટ્રેન સાથે અથડાઈ. ટ્રેનમાં આશરે 200 મુસાફરો હતા.
સ્પેનિશ પરિવહન મંત્રી ઓસ્કરપુએન્ટેએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 21 લોકો માર્યા ગયા છે. તેમણે ઉમેર્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અન્ય મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
-
Jan 19, 2026 09:18 IST
Immediately Information Stay: સ્પેનમાં બે હાઈ-સ્પીડ ટ્રેન સામ-સામે અથડાતા 21ના મોત
સ્પેનનાકોર્ડોબામાંએડમ્યુઝ સ્ટેશન પાસે રવિવારે સાંજે 5:40 GMT (ભારતીય સમય મુજબ રાત્રે 11:10) વાગ્યે થઈ હતી. સ્પેનની રેલ સંસ્થા ADIFએ જણાવ્યું કે, મલાગાથીમેડ્રિડ જઈ રહેલી ટ્રેન (ઈર્યો 6189) પાટા પરથી ઉતરી ગઈ અને બાજુના ટ્રેક પર ચાલી ગઈ. તે જ સમયે, સામેથી મેડ્રિડથીહુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.
-
Jan 19, 2026 09:03 IST
Immediately Information Stay: ઉમર ખાલિદ કેસમાં ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણોનાકાવતરા કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલઇમામનીઅરજીઓફગાવી દીધી. લગભગ બે અઠવાડિયા પછી, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાયચંદ્રચુડે ટિપ્પણી કરી કે દોષિત ઠેરવવામાં આવે તે પહેલાં જામીન એક અધિકાર હોવો જોઈએ. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી રાહત આપતા પહેલા કોઈપણ કેસની, ખાસ કરીને જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા સંકળાયેલી હોય, સંપૂર્ણ તપાસ કરવી કોર્ટની ફરજ છે.
-
Jan 19, 2026 07:21 IST
Immediately Information Stay: ટ્રમ્પે પીએમ મોદીને “બોર્ડ ઓફ પીસ” માં જોડાવા આમંત્રણ આપ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ગાઝામાં સંઘર્ષ પછીના શાસન અને પુનર્નિર્માણની દેખરેખ માટે પ્રસ્તાવિત “બોર્ડ ઓફ પીસ” માં જોડાવા આમંત્રણ આપ્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે રવિવારે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ જાહેરાત કરી. ગોરે જણાવ્યું હતું કે બોર્ડ ગાઝામાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માટે કામ કરશે.
આ “બોર્ડ ઓફ પીસ” પહેલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યુદ્ધવિરામ યોજનાનો એક ભાગ છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું છે કે વિશ્વભરના ઘણા અગ્રણી નેતાઓ ભાગ લેવા સંમત થયા છે. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપતાં, ભારત એ દેશોની યાદીમાં જોડાયું છે જેને અમેરિકા તેની 20-મુદ્દાની “વ્યાપક યોજના” માં સામેલ કરવા માંગે છે. ટ્રમ્પની યોજનાનો હેતુ ગાઝામાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો અને ત્યાં સ્થિરતા લાવવાનો છે.
