ઇન્ટરગ્લોબ એવિએશન (ઈન્ડિગો): ઇન્ડિગોના બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રૂ. 10 ના ફાઇનલ ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂક્યો છે, જે કંપનીની AGM (એન્યુઅલ જનરલ મીટિંગ) માં મંજૂર થયા પછી આપવામાં આવશે. આ માટે 13 ઓગસ્ટ 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે, એટલે કે આ તારીખ સુધીમાં કંપનીના રેકોર્ડમાં તમારા નામે શેર નોંધાયેલા હોવા જરૂરી છે. 12 ઓગસ્ટના રોજ ઇન્ડિગોના શેરનો ભાવ રૂ. 5,916 હતો.
