પૃથ્વી ફિનમાર્ટના હરીશ જુજારે જણાવ્યું કે, BHEL માટે હાયર ટોપ હાયર બોટમની પેટર્ન યથાવત્ છે. તેમણે કહ્યું કે, BHEL નું ચાર્ટ સ્ટ્રક્ચર મજબૂત દેખાઈ રહ્યું છે, જેમાં 270 રૂપિયે સપોર્ટ છે અને ત્યારબાદ 255 રૂપિયે સપોર્ટ છે. તેમણે રોકાણકારોને સલાહ આપી કે, ઘટાડા વખતે BHEL ના શેર ખરીદવા જોઈએ. નિષ્ણાતના કહેવા મુજબ, ઉપરની તરફ BHEL ના શેર ટૂંકા થી મધ્યમ ગાળામાં 350 રૂપિયાના અગાઉના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી શકે છે.
