Share Market Information: સેન્સેક્સ 600 પોઇન્ટ મજબૂત; ZEEL શેર 12 ટકા ધડામ, SEBIના પ્રમોટર્સ પર પ્રતિબંધની અસર

Share Market Information: સેન્સેક્સ 600 પોઇન્ટ મજબૂત; ZEEL શેર 12 ટકા ધડામ, SEBIના પ્રમોટર્સ પર પ્રતિબંધની અસર

રાષ્ટ્રીય NATIONAL
Spread the love

Share Market Information At this time Reside Replace In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી અઠવાડિયાના પ્રથમ દિવસે મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 790 પોઇન્ટ ઉછળીને 78,883 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 550 પોઇન્ટ વધીને 78,650 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે. એનએસઇ નિફ્ટી 290 પોઇન્ટ વધીને 24,572 ખુલ્યો છે. નિફ્ટી 170 પોઇન્ટ વધીને 24550 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે. એફએમસીજી શેર ITC 4 ટકા ઉછળ્યો છે.

ક્રૂડ ઓઇલમાં 7 ટકાનો કડાકો

ક્રૂડ ઓઇલમાં કડાકો નોંધાયો છે. યુએસ ઇરાન શાંતિ કરારની અપેક્ષાથી બ્રેન્ટ ક્રૂડ વાયદો 7.3 ટકા ઘટીને 81.55 ડોલર પ્રતિ બેરલ થયા બાદ હાલ 84 ડોલર આસપાસ બોલાઇ રહ્યો છે. WTI ક્રૂડ વાયદો 4.6 ટકા ઘટીને 80.76 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. ઇરાન અમેરિકા યુદ્ધ હવે છઠ્ઠા મહિનામાં પ્રવેશ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાના પગલે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનું જોખમ સર્જાયું છે. રવિવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હુમલા રોકવાની ઘોષણા કરી હતી અને સોમવારે તહેરાન સાથે મંત્રણા શરૂ કરશે. 

જુલાઇમાં ₹ 2.11 લાખ કરોડ GST કલેક્શન, 14 મહિનામાં સૌથી વધુ 

જુલાઇ મહિનામાં જીએસટી કલેક્શન 15.4 ટકા વધીને 2.11 લાખ કરોડ થયું છે, જે 14 મહિનામાં સૌથી વધારે છે. માલ સામાનની આયાત પેટે કર વસૂલાત 28.8 ટકા વધીને 66,511કરોડ થઇ છે. તો ઘરઆંગણે જીએસટી વસૂલાત 10.1 ટકા વધીને 1.45 લાખ કરોડ થઇ છે, જે આર્થિક કામકાજ અને વપરાશમાં મજબૂત વૃદ્ધિના સંકેત આપે છે.

એશિયન બજારોમાં મિશ્ર વલણ, જાપાન Nikkei 1000 પોઇન્ટ તૂટ્યો

ક્રૂડ ઓઇલમાં નરમાઇ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ છે. જાપાન બજારનો Nikkei ઇન્ડેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. તો કોરિયા માર્કેટ 300 પોઇન્ટ પણ ઘટ્યો છે. સિંગાપોર, ઇન્ડોનેશિયા, શાંઘાઇ, થાઇલેન્ડના શેરબજારો સાધારણ નરમ છે. હોંગકોંગ માર્કેટ 80 પોઇન્ટ અને તાઇવાન શેરબજાર 400 પોઇન્ટ કરતા વધારે વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 170 પોઇન્ટ વધીને મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે.

  • Aug 03, 2026 13:26 IST

    ZEEL શેર 12 ટકા ધડામ, SEBIના પ્રમોટર્સ પર પ્રતિબંધની અસર

    ઝી એન્ટરટેન્મેન્ટ એન્ટરપ્રાઇસ લિમિટેડ (ZEEL) શેરમાં 13 ટકાથી વધુ કડાકો નોંધાયો છે અને શેર ભાવ નીચામાં 100 રૂપિયો બોલાયો છે. 31 જુલાઇના રોજ AGMમાં શેરધારકોએ પ્રમોટર્સ ગ્રૂપ દ્વારા ₹ 3143 કરોડ ભંડોળ ઉભું કરવા અને નવા એમ્પ્લોયડ સ્ટોક ઓપ્શન (ESOP) પ્લાન લાગુ કરવા મંજૂરી આપી છે. આ સાથે જે કંપનીની હૈદરાબાદ સ્થિત જમીનને SL ગ્રૂપના લોનના બદલામાં મંજૂરી વગર ગિરવી રાખવા પર સેબી એ ZEEL પર 2 મહિના અને પ્રમોટર્સ સુભાષ ચંદ્રા અને CEO પુનીત ગોયન્ક પર 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ અહેવાલના પગલે ZEEL શેર જંગી વેચવાલીથી તૂટ્યો છે.

  • Aug 03, 2026 09:45 IST

    સેન્સેક્સ 550 પોઇન્ટ વધ્યો, ITC 4 ટકા ઉછળ્યો

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી અઠવાડિયાના પ્રથમ દિવસે મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 790 પોઇન્ટ ઉછળીને 78,883 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 550 પોઇન્ટ વધીને 78,650 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે. એનએસઇ નિફ્ટી 290 પોઇન્ટ વધીને 24,572 ખુલ્યો છે. નિફ્ટી 170 પોઇન્ટ વધીને 24550 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે. એફએમસીજી શેર ITC 4 ટકા ઉછળ્યો છે.

  • Aug 03, 2026 09:03 IST

    IPO This Week : આર્ડી ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્નોક્રાફ્ટ વેન્ચર્સ સહિત 6 IPO ખુલશે

    આઈપીઆઈ બજાર માટે 3 ઓગસ્ટ શરૂ થયેલું નવું અઠવાડિયું બહુ વ્યસ્ત રહેવાનું છે. નવા અઠવાડિયે નવા 6 IPO ખુલી રહ્યા છે, જેમા 2 મેનબોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇશ્યૂ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 6 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક મળશે, જેમા પણ 2 મેનબોર્ડ IPO છે. નવા અઠવાડિયે 11 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે, જેમાથી 3 કંપનીઓનું શેર લિસ્ટિંગ BSE, NSE પર થશે. સંપૂર્ણ અહેવાલ વાંચો

  • Aug 03, 2026 09:00 IST

    જુલાઇમાં ₹ 2.11 લાખ કરોડ GST કલેક્શન, 14 મહિનામાં સૌથી વધુ 

    જુલાઇ મહિનામાં જીએસટી કલેક્શન 15.4 ટકા વધીને 2.11 લાખ કરોડ થયું છે, જે 14 મહિનામાં સૌથી વધારે છે. માલ સામાનની આયાત પેટે કર વસૂલાત 28.8 ટકા વધીને 66,511કરોડ થઇ છે. તો ઘરઆંગણે જીએસટી વસૂલાત 10.1 ટકા વધીને 1.45 લાખ કરોડ થઇ છે, જે આર્થિક કામકાજ અને વપરાશમાં મજબૂત વૃદ્ધિના સંકેત આપે છે.

  • Aug 03, 2026 09:00 IST

    એશિયન બજારોમાં મિશ્ર વલણ, જાપાન Nikkei 1000 પોઇન્ટ તૂટ્યો

    ક્રૂડ ઓઇલમાં નરમાઇ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ છે. જાપાન બજારનો Nikkei ઇન્ડેક્સ 1000 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. તો કોરિયા માર્કેટ 300 પોઇન્ટ પણ ઘટ્યો છે. સિંગાપોર, ઇન્ડોનેશિયા, શાંઘાઇ, થાઇલેન્ડના શેરબજારો સાધારણ નરમ છે. હોંગકોંગ માર્કેટ 80 પોઇન્ટ અને તાઇવાન શેરબજાર 400 પોઇન્ટ કરતા વધારે વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 170 પોઇન્ટ વધીને મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે.

  • Aug 03, 2026 09:00 IST

    ક્રૂડ ઓઇલમાં 7 ટકાનો કડાકો

    ક્રૂડ ઓઇલમાં કડાકો નોંધાયો છે. યુએસ ઇરાન શાંતિ કરારની અપેક્ષાથી બ્રેન્ટ ક્રૂડ વાયદો 7.3 ટકા ઘટીને 81.55 ડોલર પ્રતિ બેરલ થયા બાદ હાલ 84 ડોલર આસપાસ બોલાઇ રહ્યો છે. WTI ક્રૂડ વાયદો 4.6 ટકા ઘટીને 80.76 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. ઇરાન અમેરિકા યુદ્ધ હવે છઠ્ઠા મહિનામાં પ્રવેશ્યું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાના પગલે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનું જોખમ સર્જાયું છે. રવિવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હુમલા રોકવાની ઘોષણા કરી હતી અને સોમવારે તહેરાન સાથે મંત્રણા શરૂ કરશે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *