મનોરંજન ન્યૂઝ | દિગ્દર્શક આદિત્ય ધારની ફિલ્મ ‘ધૂરંધર’એ વિશ્વભરમાં 3,300 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરીને બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ હાલમાં ભારતીય સિનેમામાં બીજા ક્રમની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.
ટ્રેડ વિશ્લેષક અને થિયેટર માલિક બિશેક ચૌહાણ માને છે કે નિતેશ તિવારીની આગામી એપિક રામાયણમાં આ રેકોર્ડ તોડવાની ક્ષમતા છે.
રામાયણ બોક્સ ઓફિસ કલેક્શન અંદાજ
તાજેતરમાં સિદ્ધાર્થ કાનનના પોડકાસ્ટ પર એક ઇન્ટરવ્યુ આપતી વખતે, વિશેક ચૌહાણે ધુરંધરની પ્રશંસા કરી છે. તેમના મતે, આ ફિલ્મમાં એક કોમર્શિયલ ફિલ્મના બધા જ તત્વો હતા. એક્શન, ઇમોશન, ડ્રામા અને મનોરંજનનું સંપૂર્ણ મિશ્રણ હતું. તેણે કહ્યું કે “જે ફિલ્મમાં લાગણી અને મનોરંજનના બધા જ એલિમેન્ટ એકસાથે હોય છે, તે ફિલ્મ અદ્ભુત રીતે કામ કરે છે. ધુરંધર એક એવી ફિલ્મ છે. તે શાનદાર અને એક શબ્દમાં, ઉત્કૃષ્ટ છે.”
તેમણે ઉમેર્યું કે ફિલ્મ જોતી વખતે તેમને એવું લાગ્યું કે આ ફિલ્મ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખશે. ચૌહાણના મતે, ફિલ્મની નિર્માણ સ્ટાઇલમાં સ્પષ્ટપણે દિગ્ગજ દિગ્દર્શકો રાકેશ રોશન અને મનમોહન દેસાઈના કોમર્શિયલ સિનેમાનો ટચ હતો. આ ફિલ્મ દર્શકોને ખલનાયકનો પતન જોઈને જે સંતોષ મળે છે તે પણ સફળતાપૂર્વક કેદ કરે છે.
જોકે, તેમનું માનવું છે કે જો રામાયણ રિલીઝ થાય તો ધુરંધરનો રેકોર્ડ પણ ટકી શકશે નહીં. તેમણે કહ્યું, “આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. તે લોકોની લાગણીઓ સાથે ઊંડો જોડાયેલો છે.
Mirzapur The Movie Teaser। કાલીન ભૈયા પાછા આવી રહ્યા છે, આ વખતે સિરીઝ નહિ, મુવી હશે!
રણબીર કપૂરના લુક, સની દેઓલ, યશ સહિતની વિશાળ સ્ટાર-સ્ટડેડ કાસ્ટ અને એક કુશળ દિગ્દર્શક સાથે મને કોઈ શંકા નથી કે આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવશે. જો ફિલ્મ દર્શકો સાથે યોગ્ય રીતે જોડાઈ શકે છે, તો તે ધુરંધરનો રેકોર્ડ પણ તોડી શકે છે.”
ચૌહાણે આદિપુરુષનું ઉદાહરણ આપતા કહ્યું કે ફિલ્મ દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ રહી હોવા છતાં, હિન્દી વર્ઝનનું ઓપનિંગ કલેક્શન લગભગ 35 કરોડ રૂપિયા હતું. તેમના મતે, રામાયણની સંભાવના તેના કરતા ઘણી વધારે છે. શહેર અને ગામડાંમાંથી દર્શકો થિયેટરોમાં ઉમટી પડશે.
નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત, રામાયણમાં રણબીર કપૂર રામ તરીકે, સાઈ પલ્લવી સીતા તરીકે, યશ રાવણ તરીકે અને સની દેઓલ હનુમાન તરીકે જોવા મળશે. બે પાર્ટની આ એપિકનો પહેલો ભાગ 6 નવેમ્બરના રોજ દિવાળી દરમિયાન રિલીઝ થવાનો છે. લગભગ 4,000 કરોડ રૂપિયાના સંયુક્ત બજેટ પર બનેલ આ પ્રોજેક્ટ પહેલાથી જ દર્શકોમાં ઘણો રસ જગાડી ચુકી છે.
