KKR vs RR: KKR એ 6 મેચ પછી પહેલી જીત મેળવી, રાજસ્થાનને 4 વિકેટથી હરાવ્યું

KKR vs RR: KKR એ 6 મેચ પછી પહેલી જીત મેળવી, રાજસ્થાનને 4 વિકેટથી હરાવ્યું

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026: આઈપીએલ 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સે છ મેચ પછી પોતાનું ખાતું ખોલવામાં સફળતા મેળવી છે. કેકેઆર એ રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટથી વિજય મેળવ્યો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરિણામે રાજસ્થાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને કુલ 155 રન બનાવી શકી. રાજસ્થાન માટે બેટિંગ કરતા વૈભવ સૂર્યવંશીએ સૌથી વધુ 46 રન બનાવ્યા, જ્યારે યશસ્વી જયસ્વાલે 39 રનનું યોગદાન આપ્યું. 

આ મેચમાં KKRના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી અને કાર્તિક ત્યાગીએ અસાધારણ સ્પેલ નાંખ્યો. બંને બોલરોએ 3-3 વિકેટ લીધી. વધુમાં સુનીલ નારાયણે પણ 2 વિકેટ લેવામાં સફળતા મેળવી.

જ્યારે KKRએ આ લક્ષ્યનો પીછો કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેમના બંને ઓપનિંગ બેટ્સમેન માત્ર 5 રનના સ્કોર સાથે ગુમાવી દીધા. ત્યારબાદ KKR ને ત્રીજો ફટકો પડ્યો કેમેરોન ગ્રીનનો આઉટ થયો. જ્યારે ટીમનો સ્કોર 37 હતો. વધુમાં જ્યારે કોલકાતાએ 85 રનના સ્કોર સાથે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી ત્યારે વિજયનો માર્ગ તેમના માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. 

આ મેચમાં રિંકુ સિંહ અને અનુકુલ રોયે 7મી વિકેટ માટે માત્ર 37 બોલમાં 76 રનની ભાગીદારી નોંધાવી. આખરે તેમની ટીમને વિજય તરફ દોરી ગઈ અને ક્રીઝ પર અણનમ રહી. રિંકુએ આ મેચમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી, જ્યારે રોયે અણનમ 29 રનનું યોગદાન આપ્યું. રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી. જ્યારે જોફ્રા આર્ચર, નાંદ્રે બર્ગર, યશ રાજ પુંજા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *