IPL 2026 Rajasthan Royals vs Mumbai Indians Scorecard, RR vs MI LIVE Rating: આઈપીએલ 2026 ની 13 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની રમાશે. ચાર બોલર વધુમાં વધુ 2-2 ઓવર ફેંકી શકશે. એક બોલર જ 3 ઓવર ફેંકી શકશે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ગઝશફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
-
Apr 07, 2026 22:04 IST
RR vs MI LIVE : રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
-
Apr 07, 2026 22:03 IST
RR vs MI LIVE : મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, રેયાન રિકલ્ટન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, ગઝશફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
-
Apr 07, 2026 22:00 IST
RR vs MI LIVE : મુંબઈએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
આઈપીએલ 2026 ની 13 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. વરસાદના કારણે મેચ 11-11 ઓવરની રમાશે. ચાર બોલર વધુમાં વધુ 2-2 ઓવર ફેંકી શકશે. એક બોલર જ 3 ઓવર ફેંકી શકશે.
-
Apr 07, 2026 21:54 IST
RR vs MI LIVE : 11-11 ઓવરની મેચ રમાશે
ક્રિકેટના પ્રશંસકો માટે રાહતના સમાચાર છે. વરસાદ રોકાઇ ગયો છે. 9.55 કલાકે ટોસ થશે અને 10.10 કલાકે મેચ શરુ થશે. મેચ 11-11 ઓવરની રમાશે. ચાર બોલર વધુમાં વધુ 2-2 ઓવર ફેંકી શકશે. એક બોલર જ 3 ઓવર ફેંકી શકશે.
-
Apr 07, 2026 20:22 IST
RR vs MI LIVE : મેચ પર સંકટના વાદળો
ગુવાહાટીમાં ફરી ધીમો વરસાદ શરુ થયો છે. થોડાક કવર્સ પરત લાવવામાં આવ્યા છે. કેટલાક ભાગ પર સુપરસોવર કામ કરી રહ્યું છે. જોકે હાલ મેચ શરુ થાય તેવી સંભાવના નથી.
-
Apr 07, 2026 19:36 IST
RR vs MI LIVE : ગુવાહાટીમાં વરસાદ રોકાયો
ક્રિકેટ પ્રશંસકો માટે હાલ રાહતના સમાચાર છે. ગુવાહાટીમાં વરસાદ રોકાઇ ગયો છે. કવર્સ હટાવી લેવામાં આવ્યા છે. મેદાન પર સુપર સોવર ચાલી રહ્યું છે અને ખેલાડીઓ પણ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે મેદાન પર જોવા મળી રહ્યા છે.
-
Apr 07, 2026 19:00 IST
RR vs MI LIVE : ગુવાહાટીમાં ફરી વરસાદ, ટોસમાં વિલંબ
લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુવાહાટીમાં ફરી વરસાદ શરુ થઇ ગયો છે. કવર્સ હટી ગયા હતા જે ફરી પાછા આવી ગયા છે. એટલે કે ટોસમાં વિલંબ થશે તે નક્કી છે.
-
Apr 07, 2026 18:15 IST
RR vs MI LIVE : ગુવાહાટીમાં વરસાદની આગાહી
ગુવાહાટીમાં યલો એલર્ટ જાહે કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન રોયલ્સે CSK અને ગુજરાત ટાઇટન્સ સામે પોતાની પહેલી બંને મેચ જીતી હતી. જ્યારે મુંબઈએ KKR ને હરાવ્યું હતું અને દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો.
-
Apr 07, 2026 18:13 IST
RR vs MI LIVE : આજે રાજસ્થાન વિ પંજાબ વચ્ચે મેચ
આઈપીએલ 2026 ની 13 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ગુવાહાટીના બારસપારા સ્ટેડિયમમાં રમાશે. ગુવાગહાટીમાં હવામાન ખરાબ છે અને મેચમાં વરસાદ પડવાની શક્યતા છે.
