IPL 2026 MI Workforce Evaluation: મુંબઈ ઈન્ડિયન્સની તાકાત અને નબળાઈ; ટીમમાં રોહિત, હાર્દિક, તિલક, સૂર્યકુમાર જેવા સ્ટાર્સ ખેલાડીઓ

IPL 2026 MI Workforce Evaluation: મુંબઈ ઈન્ડિયન્સની તાકાત અને નબળાઈ; ટીમમાં રોહિત, હાર્દિક, તિલક, સૂર્યકુમાર જેવા સ્ટાર્સ ખેલાડીઓ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


IPL 2026 MI ટીમ Evaluation: મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલના ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંની એક છે અને આ ટીમના નામે 5 ટાઇટલ છે. આ ટીમની નજર હવે છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા તરફ છે અને આ ટીમમાં જે ખેલાડીઓ તેના પરથી તે શક્ય લાગે છે. મુંબઈની ટીમ ખુબ જ મજબુત દેખાઈ રહી છે અને વર્તમાન ભારતીય ટી 20 ટીમના ઘણા સ્ટાર ખેલાડીઓ પણ છે.

મુંબઈની નજર છઠ્ઠી વખત ટાઈટલ જીતવા તરફ છે અને આ ટીમ હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ આમ કરવા માટે સક્ષમ છે. ગત સિઝનમાં મુંબઈ પ્લે ઓફમાં પહોંચ્યું હતુ, પણ તેઓ ફાઈનલમાં પહોંચી શક્યા નહીં. આ વખતે ટીમ કોઈ કસર છોડવા માંગશે નહીં. આઇપીએલ 2026ની મિની હરાજીમાં મુંબઈએ પોતાની કોર ટીમને જાળવી રાખી હતી અને તેમની ટીમમાં કેટલાક ખેલાડીઓને ઉમેરીને ટીમને વધુ મજબૂત બનાવી હતી. ચાલો જાણીએ આ સિઝનમાં આ ટીમની તાકાત અને નબળાઇઓ શું હશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમની તાકાત

મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી તાકાત આ ટીમમાં ઘણા સ્ટાર ભારતીય ખેલાડીઓની હાજરી છે. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ આ ટીમને અત્યંત પાવરફૂલ બનાવે છે. આ ટીમની બેટિંગ ખુબ જ ઘાતક લાગી રહી છે, જેમાં રોહિત, ડી કૉક, તિલક, સૂર્ય, હાર્દિક, વિલ જેક્સ, નમંધર જેવા ખેલાડીઓ હાજર છે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં હાર્દિક પંડયા, રદરફોર્ડ, વિલ જેક્સ જેવા સ્ટાર ઓલરાઉન્ડરો છે, જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બાઉલ્ટ, દીપક ચહર જેવા બોલર છે, જે કોઈ પણ બેટીંગ ક્રમને તોડી શકે છે. બોલ્ટ અને દીપક ચહરે નવા બોલને સ્વિંગ કરીને વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે બુમરાહ સંકટ મોચક છે જે ડેથ ઓવર, પાવરપ્લે કે મીડલમાં પણ વિકેટ ઝડપવાની શક્તિ ધરાવે છે.

આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડયા છે, તો ટી-20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ પણ છે, જે કટોકટીના સમયે ટીમ માટે મદદગાર સાબિત થઈ શકે છે. હાર્દિકને રોહિત અને સૂર્યકુમારનો સંપૂર્ણ સહયોગ મળશે અને ટીમને પણ આ બંનેના અનુભવથી ઘણો ફાયદો થશે.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમની નબળાઈ

આ ટીમની સૌથી નબળી કડી સ્પિન બોલિંગ છે. પિયુષ ચાવલાની નિવૃત્તિ બાદ ટીમનો મુખ્ય સ્પિનર હવે મિચેલ સેન્ટનર છે. સેન્ટનર ભારત માટે કેટલો ઉપયોગી સાબિત થશે તે જોવાનો વિષય રહેશે કારણ કે આઇપીએલમાં સ્પિનરોની ખૂબ પીટાઇ થઇ છે. સેન્ટનર ઉપરાંત મયંક માર્કન્ડે અને અલ્લાહ ગઝાનફર પણ ટીમમાં છે, પણ તેઓ કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવાનો વિષય રહેશે.

આ ટીમના જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા, દીપક ચહર જેવા ખેલાડીઓ અગાઉ ઘણી ગંભીર ઇજાથી પરેશાન થયા છે. જો તેઓ આઇપીએલની મધ્યમાં ઈજાગ્રસ્ત થાય તો તે ટીમના કોમ્બિનેશનને બગાડી શકે છે. બીજી બાજુ, રોહિત શર્માની પણ ઉંમર થઇ ગઇ છે અને ટીમ તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે પણ મહત્વનું રહેશે.

IPL 2026 માટે મુંબઈ સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, વિલ જેક્સ, રદરફોર્ડ, નમન ધીર, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

IPL 2026 માટે મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ

મુંબઈ ઈન્ડિયન્સ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રાયન રિકલટન, રોબિન મિન્ઝ, મિશેલ સેન્ટનર, કોર્બિન બોશ, નમન ધીર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, અલ્લાહ ગઝનફર, અશ્વિની કુમાર, દીપક ચહર, વિલ જેક્સ, રઘુ શર્મા, રાજ અંગદ બાવા, શેરફેન રુથરફોર્ડ, મયંક માર્કંડે, શાર્દુલ ઠાકુર, ક્વિન્ટન ડી કોક, મોહમ્મદ ઇઝહર, દાનિશ માલેવાર, અથર્વ અંકોલેકર, મયંક રાવત.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *