ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય પણ બાંગ્લાદેશ માટે સારો સાબિત થયો નહીં. પહેલી અને બીજી ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ નવમી ઓવર સુધીમાં બાંગ્લાદેશની ટીમે માત્ર 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાંથી શમીએ 2 વિકેટ લીધી હતી. નવમી ઓવરમાં અક્ષર પટેલે સતત બે વિકેટ લીધી, પરંતુ રોહિત શર્માએ ઝાકિર અલીનો કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો.
