Gujarat Native Physique Election 2026 Outcomes : રાજ્યમાં યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામો સામે આવી ગયા છે. આ વખતે 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં નવી બનાવવામાં આવેલી મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી, પોરબંદરમાં પણ ચૂંટણી યોજાઇ હતી. આ નવી બનેલી બધી જ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.
વાપી મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 37 બેઠક પર વિજય થયો છે. કોંગ્રેસને 11 બેઠક અને અન્યને 4 બેઠક મળી છે.
નવસારી મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 50 બેઠક પર ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસને ફક્ત 2 બેઠક મળી છે.
પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો બધી જ એટલે કે 52 બેઠક પર ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ કે કોઇ અન્ય ખાતું પણ ખોલાવી શક્યા નથી.
નડીયાદ મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 51 બેઠક પર ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી છે.
મહેસાણા મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 47 બેઠક પર વિજય થયો છે. કોંગ્રેસને 5 બેઠક મળી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 51 બેઠક પર ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી છે.
મોરબી મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો બધી જ એટલે કે 52 બેઠક પર ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ કે કોઇ અન્ય ખાતું પણ ખોલાવી શક્યા નથી.
સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં સેલિબ્રિટી ઉમેદવારો જીત્યા કે હાર્યા, જાણો
આણંદ મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 43 બેઠક પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો 8 બેઠક પર વિજય થયો છે. એક બેઠક અપક્ષને મળી છે.
ગાંધીધામ મહાનગરપાલિકામાં કુલ 52 સીટ છે. જેમાં ભાજપનો 41 બેઠક પર વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો 11 બેઠક પર વિજય થયો છે.
ઉલ્લેખનીય છે કે આ બધી નગરપાલિકા હતી ત્યારે પણ ભાજપનો જ દબદબો હતો.
