Gujarat Bharti 2026: ગુજરાતમાં એન્જીનિયર ઉમેદવારો માટે ₹ 69,000 સુધી નોકરી મેળવવાની તક

Gujarat Bharti 2026: ગુજરાતમાં એન્જીનિયર ઉમેદવારો માટે ₹ 69,000 સુધી નોકરી મેળવવાની તક

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Gujarat Civil Engineer Recruitment 2026: ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા એન્જીનિયર ઉમેદવરો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. એમ.બી.એસ.આઈ.આર.ડી.એ.  કચેરી દ્વારા માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનલ ડેવલપમેન્ટ ઓથોરીટીની કચેરી માટે વિવિધ ઈજનેર માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. 

ગુજરાત ભરતી 2026 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

ગુજરાત ભરતી 2026 માટે મહત્વની માહિતી

સંસ્થા એમ.બી.એસ.આઈ.આર.ડી.એ. કચેરી
પોસ્ટ કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર
જગ્યા 3
નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારીત
એપ્લિકેશન મોડ ઈમેઈલ અથવા ટપાલથી
અરજી કરવાની છેલ્લી તારીખ 10-3-2026

ઈજનેર ભરતી પોસ્ટની વિગતો

માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનલ ડેવલપમેન્ટ ઓથોરીટીની કચેરી માટે કૂલ 3 જગ્ય માટે વયનિવૃત્તિ બાદ કરારથી 11 માસ કરારથી તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવા માટે ભરતી બહાર પાડી છે. નીચે આપેલા કોષ્ટક પ્રમાણે પોસ્ટ અને જગ્યા છે

પોસ્ટ જગ્યા
કાર્યપાલક ઈજનેર (વોટર સપ્લાય-ઈન્ફ્રા) 1
નાયબ કાર્યપાલક ઈજનેર (વોટર સપ્લાય-ઈન્ફ્રા) 1
નાયબ કાર્યપાલક ઈજનેર (એન્વાયરમેન્ટ) 1
કુલ 3

શૈક્ષણિક લાયકાત

  • કાર્યપાલક ઈજનેર (વોટર સપ્લાય-ઈન્ફ્રા)- બી.ઈ. સિવિલ
  • નાયબ કાર્યપાલક ઈજનેર (વોટર સપ્લાય-ઈન્ફ્રા)- બી.ઈ.સિવિલ.
  • નાયબ કાર્યપાલક ઈજનેર (એન્વાયરમેન્ટ)- બી.ઈ. એન્વાયરમેન્ટ-સિવિલ-કેમિકલ

પગાર ધોરણ

પોસ્ટ પગાર
કાર્યપાલક ઈજનેર (વોટર સપ્લાય-ઈન્ફ્રા) ₹50,000થી ₹67,000
નાયબ કાર્યપાલક ઈજનેર (વોટર સપ્લાય-ઈન્ફ્રા) ₹40,000થી ₹53,000
નાયબ કાર્યપાલક ઈજનેર (એન્વાયરમેન્ટ) ₹40,000થી ₹53,000

નોંધ- કરાર આધારીત ભરતી હોવાથી અનુભવના આધારે પગાર નક્કી કરવામાં આવશે અને ફીક્સ પગાર મળશે.

અનુભવ

ઉપર જણાવેલા કાર્યપાલક ઈજનેરની જગ્યા માટે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ તથા નાયબ કાર્યપાલક ઈજનેરની જગ્યા માટે ઓછામાં ઓછો બે વર્ષનો સંલગ્ન કામગીરીનો અનુભવ જરૂરી છે. 

ક્યાં અને કેવી રીતે અરજી કરવી

અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો કચેરીના ઈ-મેઈલ dc-mbsirda@gujarat.gov.in પર તથા ઉપરોક્ત કચેરીના સરનામે મોકલવાની છેલ્લી તા.10-3-2026 છે. વોક ઈન ઈન્ટરવ્યુ માટેની જાણ ઈ-મેઈલ મારફત કરવામાં આવશે. અરજીમાં મોબાઈલ નંબર અને ઈ-મેઈલ અચુક લખવું.

નોટિફિકેશન

કચેરીનું સનામું

માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનલ ડેવલપમેન્ટ ઓથોરીટી
બોલ્ક નં.18, 4થો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *