યુદ્ધ શરૂ! ઇઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું તેહરાન

યુદ્ધ શરૂ! ઇઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું તેહરાન

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

Breaking news
Breaking information

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનો તણાવ અચાનક ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કરી દીધો છે. તેહરાન સહિત ઈરાનના અનેક શહેરોમાં અનેક જગ્યાએ બ્લાસ્ટના અવાજ સંભળાયા છે. ઇઝરાયેલના રક્ષા મંત્રી ઇઝરાયેલ કાત્ઝે દેશભરમાં તાત્કાલિક નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ જાહેરાત એ સમયે કરવામાં આવી જ્યારે ઇઝરાયેલે ઈરાન વિરુદ્ધ પ્રિ-એમ્પ્ટિવ સ્ટ્રાઈક (પૂર્વનિર્ધારિત હુમલો) શરૂ થયાની પુષ્ટિ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ઇઝરાયેલી વાયુસેનાએ ઈરાનમાં અનેક ટાર્ગેટને નિશાન બનાવ્યા છે. આ સાથે જ ઇઝરાયેલી સેનાએ તેના નાગરિકો માટે “પ્રોએક્ટિવ એલર્ટ” જાહેર કરીને દેશમાં સાયરન વગાડ્યા, જેથી સંભવિત ઇરાની મિસાઇલ હુમલાઓ પહેલા લોકોને સલામત સ્થળોએ જઈ શકે.

ઈરાની ટીવી ચેનલોએ કરી પુષ્ટી

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની રાજધાની તેહરાનમાં અનેક બ્લાસ્ટના અવાજો સંભળાયા છે, જેની પુષ્ટિ ઈરાની ટીવી ચેનલો સાથે જોડાયેલા સ્ત્રોતોએ પણ કરી છે. આ રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલે અનેક સૈન્ય ઠેકાણાઓ અને કેટલીક સંવેદનશીલ જગ્યાઓને નિશાન બનાવી છે.

ઇઝરાયેલે પોતાના નાગરિકોને આપી ચેતવણી

ઈરાન પર હુમલો કરતાની સાથે જ ઇઝરાયેલે પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં સાયરન વગાડ્યા છે. IDF ફ્રન્ટ કમાન્ડે નાગરિકોને કહ્યું છે કે, તેઓ પોતાના નજીકના પ્રોટેક્ટેડ શેલ્ટરની ઓળખ કરી લે. જો જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળે, નાગરિકો સતર્ક રહે કારણ કે મિસાઈલ હુમલાની સંભાવના છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *