અમરેલી: ખાંભા પંથકમાં આવેલા રબારિકા ગામમાં શિકારની શોધમાં એકસાથે 4 ડાલામથ્થા ચડી આવ્યા. રાત્રિ દરમિયાન જ્યારે આખું રબારીકા ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે ગામના મુખ્ય ચોકમાં શિકારની શોધમાં 4 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું. જેના કારણે પશુઓમાં નાસ ભાગ મચી ગઈ. પણ શિકાર અને શિકારીની વચ્ચે દીવાલ બનીને ઉભા રહી ગયા ગામના રક્ષકો. સિંહ ગાયો પર તરાપ મારવાની તૈયારીમાં જ હતા, ત્યાં જ ફરજ પરના GRD જવાનોની નજર પડી. જીવના જોખમે આ જવાનોએ સિંહોનો સામનો કર્યો અને ગૌમાતાનું રક્ષણ કરીને સિંહોને ત્યાંથી દૂર ખસેડ્યા. સોશિયલ મીડિયા પર એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં સિંહ ગામના ચોકમાં રેતીના ઢગલા પર આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ GRD જવાનો ટોર્ચ અને લાકડીના સહારે આ વનરાજને ગામની બહાર કાઢવા મથામણ કરી રહ્યા છે.
Source link
