Grape Shopping for Ideas: દ્રાક્ષ ખરીદી સમયે ખાસ ધ્યાનમાં રાખો આ બાબતો, એક પણ નહીં નીકળે ખાટી

Grape Shopping for Ideas: દ્રાક્ષ ખરીદી સમયે ખાસ ધ્યાનમાં રાખો આ બાબતો, એક પણ નહીં નીકળે ખાટી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


રંગ જોઈને કરો ઓળખ

લીલી દ્રાક્ષ: થોડી પીળી કે ગોલ્ડન રંગ હોય તો દ્રાક્ષ મીઠી હોય છે. એકદમ લીલી દ્રાક્ષ સ્વાદમાં ખાટી હોવાની સંભાવના હોય છે.

કાળી દ્રાક્ષ: જેટલી વધારે કાળી અને ચમકદાર હશે, તે દ્રાક્ષ મીઠી હોવાની સંભાવના વધારે હશે.

લાલ દ્રાક્ષ: ઘાટી લાલ રંગની દ્રાક્ષ સ્વાદમાં મીઠી હોય છે. રંગમાં ચમક અને પારદર્શિતામાં મીઠાશનો સંકેત છે.

દાણાની કસાવટ તપાસો

મીઠી દ્રાક્ષ હંમેશ ફૂલેલી, ટાઈટ અને કડક હોય છે.

ખાટી દ્રાક્ષ મોટાભાગે પોચી, કરમાઈ ગયેલી અને નરમ હોય છે.

જો આખા ગુચ્છામાં દાણા તાજા હોય તો, તે મીઠા હોવાની સંભાવના વધારે હોય છે.

ડાળખી દ્વારા કરો ઓળખ

ડાળખી જોઈને દ્રાક્ષની મીઠાશ અંગે સરળતાથી જાણી શકાય છે.

લીલી અને લચીલી ડાળખી- તાજી અને મીઠી દ્રાક્ષ

સૂકી કે ભૂરી ડાળખી – ખાટી અને જૂની દ્રાક્ષ

ડાળખી જેટલી વધારે તાજી હશે, દ્રાક્ષ એટલી જ મીઠી અને રસદાર હશે.

પાઉડરી લેયર જુઓ

દ્રાક્ષમાં બાયોવેક્સ અથવા બ્લૂમ નામનો આછો, સફેદ, પાવડરી લેયર હોય છે, જે દર્શાવે છે કે દ્રાક્ષ તાજી અને મીઠી છે. જો આ લેયર ન હોય અથવા દાણા ખૂબ જ ચીકણા દેખાય, તો તે ધોયેલા હોઈ શકે છે અથવા જૂના હોય શકે છે.

ડાળખીનું વજન અને ઘનત્વ જુઓ

મીઠી દ્રાક્ષની લૂમ હાથમાં થોડી ભારે મહેસૂસ થાય છે. જો લૂમ થોડી હળવી જણાય અથવા દાણા ખરી જાય છે, તો સમજવું કે દ્રાક્ષ વધારે પાકેલી નથી અને ખાટી હોય શકે છે.

ખૂબ ચમકદાર અથવા મોટા દાણા ન લેવા

ક્યારેક વધારે મોટા દાણા પાણીદાર પણ હોય છે, જેનો સ્વાદ ફીકો અથવા ખાટો હોય શકે છે.

આ ઉપરાંત વધારે ચમકદાર દ્રાક્ષ પર વેક્સ હોવાની સંભાવના હોય છે, આવી દ્રાક્ષ ખરીદવાથી બચવું જોઈએ.

હળવી મીઠી સુગંધ

સારી અને મીઠી દ્રાક્ષમાં થોડી પ્રાકૃતિક મીઠાશની સુગંધ આવે છે. વધારે તીખી કે કાચી ગંધ વાળી દ્રાક્ષ મોટા ભાગે ખાટી નીકળે છે.

દ્રાક્ષ ખરીદતી સમયે રંગ, કસાવટ, ડાળખી, વજન અને પ્રાકૃતિક લેયર પર ધ્યાન આપો. આ નાની નાની વાતો દ્વારા તમે મીઠી, રસદાર અને તાજી દ્રાક્ષ પસંદ કરી શકો છો.

Disclaimer

(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *