Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે

Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Golmaal 5 Launch Date : ગોલમાલ 5 મૂવીનું શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ સેટ પરથી મળેલા અહેવાલ મુજબ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી આ ફિલ્મને વધુ મનોરંજક બનાવવા માટે 20 વર્ષ જુના સીનને રિક્રિયેટ કર્યો છે. જેના લીધે બોલીવુડની આ ફેમસ કોમેડી ફિલ્મ જોવા માટે દર્શકો ઉત્સાહી છે. ગોલમાલ ફિલ્મની આઈકોનિક સિક્વન્સમાં અરશદ વારસી અને શરમન જોશીની મજેદાર કેમિસ્ટ્રી ફરી એકવાર દર્શકોને પેટ પકડી હસાવશે. 

ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન ફરી જોવા મળશે 

તમને જણાવી દઇયે કે, રોહિત શેટ્ટીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર વર્ષ 2006માં રિલીઝ થયેલી ગોલમાલ: ફન અનલિમિટેડ નો એક સીન શેર કર્યો છે. આ સીનમાં અરશદ (માધવ) અને શરમન (લક્ષ્મણ) એ અજીબ કાર રેસમાં હતા, જેને નિરાલી નામની યુવતીનું દિલ જીતવા માટે ક્રિયેટ કરવામાં આવ્યું હતું. આ ખાસ સીનમાં શરમને એક મહિલાનું પાત્ર ભજવ્યું હતું અને માધવ (અરશદ) એક રેસ કારમાં બેસેલો છે અને હાથ હલાવતો દેખાય છે. ત્યારબાદ આ વીડિયો તેના 20 વર્ષ પહેલાના કેરેક્ટર માંથી આજના સમયમાં બદલાઇ જાય છે, જેમા એ જ ફેમસ હાથ હલાવતો સીન ફરી દેખાય છે.

આ સીન શેર કરતા રોહિત શેટ્ટી લખે છે – ‘જુની યાદોમાં ખોવાઇ જતા! જ્યારે તમે પ્રથમ ગોલમાલ જોઇ હતી, ત્યારે તમારી ઉંમર કેટલી હતી, અમે વચન આપીયી છીએ કે, તમે બહુ જલ્દી તે ખુશીના દિવસો ફરી ફરી જીવી શકશો. ફિલ્મિંગ ચાલી રહી છે’

અરશદ વારસી એ વીડિયો શેર કર્યો

તો અરશદ વારસી એ એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે – પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ આવ્યા ને 20 વર્ષ થઇ ગયા છે અને કંઇ પણ બદલાયું નથી. તેણે લખ્યુ છે – ’20 વર્ષ થયા છે અને કંઇ બદલાયું નથી. ગોલમાલ તમારું મનોરંજન કરતું રહેશે.’

Golmaal 5 Starcast : ગોલમાલ 5 સ્ટાર કાસ્ટ

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી ગોલમાલ 5 મૂવીમાં અજય દેવગણ સાથે અક્ષય કુમાર, અરશદ વારસી, શરમન જોશી, કુણાલ ખેમૂ અને તુષાર કપૂર જેવા કલાકાર છે. એવું કહેવાય છે કે, આ ફિલ્મમાં કરીના કપૂર અને દીપિકા પદુકોણ પણ જોવા મળી શકે છે.

તેમને જણાવી દઇયે કે, પ્રથમ ગોલમાલ ફિલ્મ વર્ષ 2006માં આવી હતી. ત્યારબાદ તેની સિક્વલ ગોલમાલ રિટર્ન વર્ષ 2008માં, ગોલમાલ 3 વર્ષ 2010માં અને ગોલમાલ અગેન વર્ષ 2017માં રિલીઝ થઇ છે. હવે ગોલમાલ 5 મૂવીનું શુટિંગ ચાલી રહ્યું છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *