Diabetes Ideas: દ્રાક્ષ સહિત આ 5 ફળ ખાવાથી બ્લડ શુગર પર કેવી અસર થાય છે? ડાયેટિશિયન પાસેથી જાણો

Diabetes Ideas: દ્રાક્ષ સહિત આ 5 ફળ ખાવાથી બ્લડ શુગર પર કેવી અસર થાય છે? ડાયેટિશિયન પાસેથી જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Finest Fruits For Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર સાથે સંકળાયેલી બે સ્થિતિ છે, એક હાઈ બ્લડ સુગર છે, જેને હાયપરગ્લાયકેમિયા  (Hyperglycemia) કહેવામાં આવે છે, અને બીજી લો બ્લડ સુગર છે, જેને હાઈપોગ્લાયકેમિયા (Hypoglycemia) કહેવામાં આવે છે. બંને કિસ્સાઓમાં, બ્લડ શુગર લેવલ સામાન્ય રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બ્લડ શુગર લેવલ ઓછું હોવું પણ સ્વાસ્થ્ય માટે પણ જોખમી હોઈ શકે છે, જ્યારે વધુ પડતી શુગર શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચાડી શકે છે.

ડાયાબિટીસ કન્ટ્રોલમાં રાખવા માટે આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગે ડાયાબિટીસના દર્દીઓ એવું વિચારી ફળ થયા છે કે તેમા મીઠાશ નથી હોતી. જો કે તમને જણાવી દઇયે કે, ફળોમાં પણ મીઠાશ પણ હોય છે અને તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે.

રજિસ્ટર્ડ ડાયેટિશિયન કરિના ટોલેન્ટિનોના જણાવ્યા અનુસાર, જે લોકોનું બ્લડ શગર લેવલ ઓછું હોય છે, એટલે કે જેમને હાઈપોગ્લાયકેમિઆ છે, જો તેઓ આ ફળોનું સેવન કરે છે, તો તેમનું બ્લડ શુગર લેવલ સામાન્ય રહેશે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે હાઈ બ્લડ શુગગવાળા દર્દીઓએ અમુક ફળો ટાળવા જોઈએ. અમુક ફળોનું સેવન શુગર લેવલ વધવાનું કારણ બની શકે છે. ફળોમાં કુદરતી ખાંડ અને તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ નક્કી કરે છે કે તે તમારા શરીરને કેવી અસર કરશે. 

Advertisment

Screen Awards Banner

ડાયેટિક્સ અને ન્યુટ્રિશનિસ્ટ્સ દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, દ્રાક્ષ જેવા કેટલાક ફળો ઓછા ફાઇબર અને હાઈ શુગરને કારણે બ્લડ શુગર લેવલ તરત જ વધારી દે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે કયા 5 ફળ છે લો શુગર લેવલના દર્દી માટે સારા છે અને હાઈ શુગરવાળા દર્દી માટે બ્લડ શુગર લેવલ વધારી શકે છે. 

શરીરમાં લો બ્લડ શુગરના લક્ષણો

જ્યારે બ્લડ શુગર (હાઈપોગ્લાયકેમિઆ) ઓછું હોય છે, ત્યારે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેમ કે ચક્કર, ધ્રુજારી, પરસેવો અથવા હૃદયના ધબકારા ઝડપી થવા. આવી સ્થિતિમાં, ઓછામાં ઓછા 15 ગ્રામ કાર્બોહાઇડ્રેટ ખોરાક જેમ કે કેળા અથવા દ્રાક્ષ અથવા અનાનનસ જેવા કુદરતી ખાંડથી ભરપૂર ખોરાક ખાવાથી બ્લડ શુગર લેવલમાં ઝડપથી વધારો થઈ શકે છે.

ડાયાબિટીસ દર્દીએ કેળા ખાવા જોઇએ?

જ્યારે બ્લડ શુગર ઓછું હોય ત્યારે કેળા એક ખૂબ જ સારો વિકલ્પ છે કારણ કે તેમાં ઝડપથી અસર કરનાર કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. એક મધ્યમ કેળામાં લગભગ 25 ગ્રામ કાર્બ્સ હોય છે, જેમાંથી 18 ગ્રામ કુદરતી ખાંડ એટલે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ હોય છે. કેળામાં લગભગ 2 ગ્રામ ફાઇબર હોય છે, તેથી તે ઝડપથી પચી જાય છે અને ગ્લુકોઝ ઝડપથી શરીર સુધી પહોંચે છે. સાથે જ કેળા ગમે ત્યારે સરળતાથી ખાઈ શકાય છે. પરંતુ જે લોકોમાં બ્લડ શુગર લેવલ ઉંચુ હોય છે, તેમના માટે કેળાનું સેવન બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે. ઉંચી બ્લડ શુગર લેવલવાળા લોકોએ કેળાનું મર્યાદિત સેવન કરવું જોઇએ.

અનાનાસ ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે?

અનાનસ એક રસદાર ફળ છે જેમાં ખૂબ જ ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઈ) હોય છે, એટલે કે, તે બ્લડ શુગર ઝડપથી વધારે છે. તેનો જીઆઈ લગભગ 82 છે. એક કપ અનાનસમાં લગભગ 22 ગ્રામ કાર્બ્સ હોય છે, જેમાંથી 16 ગ્રામ કુદરતી ખાંડ અને 2 ગ્રામ ફાઇબર હોય છે. અનાનસ હાઈ બ્લડ શુગરના દર્દીઓના શરીરમાં બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે, પરંતુ ઓછું બ્લડ શુગર લેવલ ધરાવતા લોકોએ તેનું સેવન કરવું જોઈએ. તમે તેને અગાઉથી કાપી શકો છો અને તેને ફ્રિજ અથવા ફ્રીઝરમાં મૂકી શકો છો.

ડાયાબિટીસ દર્દી માટે ખજૂર લાભકારક છે?

ખજૂર કુદરતી રીતે મીઠી હોય છે અને તેનો સ્વાદ કેરામલ જેવો હોય છે. એક ખજૂરમાં લગભગ 18 ગ્રામ કાર્બ્સ હોય છે, જેમાંથી 16 ગ્રામ કુદરતી શર્કરા હોય છે. ખજૂર નાની હોય છે અને સરળતાથી ખાઈ શકાય છે. તેમને રેફ્રિજરેટરમાં રાખવાની જરૂર નથી. તમે તેમને એકલી અથવા ડ્રાયફૂટ્સ સાથે પણ ખાઈ શકો છો. તે એવા લોકો માટે ફાયદાકારક છે જેમનું બ્લડ શુગર લેવલ ઓછું હોય છે અને જેમની ડાયાબિટીસ વધારે હોય છે, તેમનું બ્લડ શુગર લેવલ ઝડપથી વધારી શકે છે.

દ્રાક્ષ ખાવાથી બ્લડ શુગર લેવલ પર કેવી અસર થાય ચે?

દ્રાક્ષમાં કુદરતી શુગરનું પ્રમાણ વધારે હોય છે અને તે ઝડપથી પાચન થાય છે, જે બ્લડ શુગર લેવલમાં ઝડપથી વધારો કરે છે. અડધો કપ દ્રાક્ષમાં લગભગ 15 ગ્રામ કાર્બ્સ હોય છે. કોઈપણ પ્રકારની લીલી અથવા કાળી દ્રાક્ષ સરળતાથી ખાઈ શકાય છે. આ ફળ લો ડાયાબિટીસ વાળા લોકો માટે અમૃત છે અને હાઇ બ્લડ શુગર લેવલ વાળા લોકો માટે હાનિકારક હોઈ શકે છે.

સફરજન ખાવાથી બ્લડ શુગર લેવલ છે?

બ્લડ શુગર ઓછું હોય ત્યારે શરીરને ઝડપથી ઉર્જા આપવા માટે સફરજન એક ઉત્તમ વિકલ્પ છે. અડધો કપ સફરજનમાં લગભગ 15 ગ્રામ કાર્બ્સ હોય છે, જેમા 12 ગ્રામ કુદરતી શુગર હોય છે. તેની સરળ બનાવટ તેને પચવામાં સરળ બનાવે છે, ખાસ કરીને જ્યારે તમને ઉબકા આવે છે. લો ડાયાબિટીસ દર્દી માટે સફરજન બ્લડ શુગર લેવલને સંતુલિત રાખે છે, જ્યારે હાઈ ડાયાબિટીસના શરીરમાં બ્લડ શુગર લેવલ વધારી શકે છે.

આ પણ વાંચો : ડાયટ દ્વારા ટાઇપ 2 ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

Disclaimer : આ માહિતી માત્ર સામાન્ય જાગૃતિના હેતુઓ માટે છે. દરેક વ્યક્તિની શારીરિક સ્થિતિ અને બ્લડ શુગર લેવલ અલગ અલગ હોય છે. તમારા આહારમાં કોઈ ફેરફાર કરતા પહેલા અથવા આ ખોરાકને સંપૂર્ણપણે છોડી દેતા પહેલા તમારા ડોક્ટર અથવા પ્રમાણિત ડાયેટિશિયનની સલાહ લેવાની ખાતરી કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *