દેશના સૌથી મોટા શૈક્ષણિક બોર્ડ સીબીએસઈ (CBSE – Central Board of Secondary Training) માંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે એક મોટો આદેશ જારી કરીને બોર્ડના સર્વોચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. આ અંતર્ગત CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સેક્રેટરી (સચિવ) હિમાંશુ ગુપ્તા બંનેને એમના પદ પરથી હટાવી બદલી કરવામાં આવી છે.
આ વહીવટી ફેરફાર માત્ર એક રૂટિન ટ્રાન્સફર નથી, પરંતુ બોર્ડની માર્કિંગ સિસ્ટમ (ગુણ મૂલ્યાંકન પદ્ધતિ) ને વધુ પારદર્શક બનાવવા માટે લેવાયેલું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સત્તાવાર અહેવાલો અનુસાર બોર્ડના આંતરિક વહીવટને વધુ મજબૂત કરવા અને નવી શૈક્ષણિક નીતિઓ (NEP) ને વધુ અસરકારક રીતે લાગુ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. બદલાયેલા અધિકારીઓના સ્થાને ટૂંક સમયમાં જ નવા વરિષ્ઠ આઇએએસ (IAS) અધિકારીઓની નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
મોટી બદલી
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ મંત્રાલય હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના ટોચના અધિકારીઓ – ચેરમેન અને સેક્રેટરીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
માર્કિંગ સિસ્ટમ પર સવાલ
તાજેતરના બોર્ડ પરિણામો અને ગુણ મૂલ્યાંકન (Marking System) ને લઈને ઉઠેલા વિવાદો બાદ, સરકારે આ સમગ્ર પદ્ધતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.
ભારત-નેપાળ સરહદ વિવાદના સમાધાનમાં ત્રીજા પક્ષની કોઇ ભૂમિકા નથી : વિદેશ મંત્રાલય
વિદ્યાર્થીઓ માટે મહત્વનું
આ નવી કમિટી બોર્ડ પરીક્ષાઓના મૂલ્યાંકનને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે પોતાના સૂચનો આપશે, જેની સીધી અસર ભવિષ્યના પરિણામો પર પડશે.
ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) શું છે?
CBSE બોર્ડે આ વર્ષે પેપર ચકાસણીની પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે આ ડિજિટલ સિસ્ટમ અમલમાં મૂકી હતી. આ પદ્ધતિમાં શિક્ષકો ભૌતિક રીતે ઉત્તરવહી ચકાસણી કરવાને બદલે કમ્પ્યુટર સ્ક્રીન પર સ્કેન થયેલી ડિજિટલ નકલો તપાસે છે.
OSM વિવાદ અને આક્ષેપો
બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ ભારે વિવાદ થયો હતો. સોશિયલ મીડિયાથી લઇને શિક્ષણ મંત્રાલય સુધી એનો પડઘો પડ્યો હતો. જેમાં ઉત્તરવહીઓમાં અદલાબદલી, ઘણી આન્સર શીટ પ્રોપર સ્કેન ન થઇ હોવાની, અનચેક રહી ગયેલા જવાબો તેમજ ટેકનિકલ પોર્ટલની ખામીઓ સહિત મામલે ગંભીર આક્ષેપો પણ થયા હતા.
