Lemon Tea Recipe And Advantages: ચા ભારતમાં સૌથી વધુ પીવાતું પીણું છે. ભારતમાં ઘણા લોકો સવારની શરૂઆત ચા પીઇને કરે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગો છો, તો તમે રોજિંદા દિનચર્યામાં તંદુરસ્ત ચાના વિકલ્પોનો સમાવેશ કરી શકો છો. જો તમે સવારની દિનચર્યામાં લેમન ટીનો સમાવેશ કરો છો, તો તમારા દિવસની શરૂઆત સ્વસ્થ અને તાજગીથી ભરપૂર રહેશે. તે ફક્ત તમારા શરીરને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો જ નહીં પરંતુ શરીરને ડિટોક્સિફાઇ કરવામાં પણ મદદ કરશે. ચાલો જાણીએ લેમન ટી બનાવવાની રીત અને પીવાના ફાયદા વિશે વિગતવાર
લીંબુ ચા પીવાના ફાયદા
લીંબુની ચા પીવાથી મેટાબોલિઝમ તેજ થાય છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આટલું જ નહીં, વારંવાર ખાવાની તૃષ્ણા પણ નિયંત્રિત થાય છે. લીંબુ ખોરાકને પચાવવામાં અને પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. તેનાથી પેટ ફૂલવાની સમસ્યા ઓછી થાય છે. ઉપરાંત, પાચનતંત્ર આખો દિવસ સારી રીતે કામ કરે છે. શરીરને હાઇડ્રેટ કરવામાં અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન સીથી ભરપૂર લીંબુની ચા શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ ચા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું પણ કામ કરે છે. વિટામિન સી અને પુષ્કળ એન્ટીઓકિસડન્ટો ત્વચાને ચમકદાર અને યુવા બનાવે છે.
લીંબુ ચા બનાવવા માટે સામગ્રી
- લીંબુનો રસ : 2 ચમચી
- ચા પત્તી : 1 ચમચી
- પાણી : 2 થી 3 કપ
- કાળું મીઠું : સ્વાદ મુજબ
- ખાંડ : સ્વાદ મુજબ
લેમન ટી બનાવવાની રીત
લેમન ટી બનાવવા માટે, પહેલા એક વાસણમાં 2 થી 3 કપ પાણી ગરમ કરો. પાણી ઉકળે ત્યારે ખાંડ ઉમેરો. તમે ખાંડને બદલે મધનો ઉપયોગ પણ કરી શકો છો. મધ ચા બન્યા બાદ છેલ્લે ઉમેરવાનું હોય છે. જો તમે ખાંડનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે ઓગળી જાય પછી ચાની ભૂકી ઉમેરો. એક ઉકાળો આવે પછી ગેસ બંધ કરી દો. એક કપની અંદર ચાને ગાળી લો. પછી તેમા કાળું મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમારી એનર્જેટિક લેમન ટી તૈયાર છે.
લેમન ટીને વધુ ટેસ્ટી અને સ્વાસ્થ્ય બનાવવા માટે તેમા એલચી પાઉડર અને ફુદીનાના પાન ઉમેરી શકાય છે. આ ચીજ ચાનો સ્વાદ વધારવાની સાથે સાથે તેનું પોષક મૂલ્ય પણ વધારે છે.
આ પણ વાંચો | ઉનાળામાં આ ઔષધી શરીરને રાખશે ઠંડુ, આ 5 સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત આપશે
Disclaimer: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક તબીબી સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટર કે હેલ્થ એક્સપર્ટ્સનો સંપર્ક કરો.
