AC ની છુટ્ટી કરશે Nescod ટેકનોલોજી, વીજળી વગર ઘર રાખશે ઠંડુ,  જાણો કેવી રીતે કામ કરે છે?

AC ની છુટ્ટી કરશે Nescod ટેકનોલોજી, વીજળી વગર ઘર રાખશે ઠંડુ, જાણો કેવી રીતે કામ કરે છે?

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Nescod Cooling Know-how: ઉનાળાના વધતા તાપમાનમાં ઠંડક માટે એસીનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે એસીના ઉપયોગથી કમરતોડ લાઇટ બીલ આવે છે, જે દરેક વ્યક્તિ પર આર્થિક બોજ વધારે છે. આ સમસ્યાના હલ માટે સાઉદી અરબમાં એસી અને કુલર વગર રૂમ ઠંડુ રાખવા માટે Nescod Cooling Know-how શોધવામાં છે, ભવિષ્યમાં બહુ ફાયદાકારક અને પરિવર્તનશીલ સાબિત થવાની છે.
 
આ નવી ટેકનોલોજીની ખાસિયત છે કે, તે એસી જેમ મોંઘું અને પર્યાવરણ માટે ખતરનાક નથી. સાઉદી અરબની કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ Nescod Cooling Know-how શોધી છે. Nescod નો અર્થ છે – નો ઇલેક્ટ્રિસિટી ઓર સસ્ટેનેબલ કુલિંગ ઓન ડિમાન્ડ (No Electrical energy or Sustainable Cooling on Demand). તે કોઇ યુનિટ કે વીજળીના વપરાશ વગર તમારા ઘરને ઠંડુ રાખી શકે છે.

Nescod ટેકનોલોજી શું છે?

Nescod ટેકનોલોજીનો મુખ્ય આધાર એક બહુ જ સામાન્ કેમિકલ છે, જેને એમોનિયમ નાઇટ્રેટ કહેવાય છે. સામાન્ય રીતે આ કેમિકલનો ઉદ્યોગ ખાતર બનાવવા માટે થાય છે. આ ટેકનોલોજીમાં એન્ડોથર્મિક (Endothermic) પ્રયોગનો ઉપયોગ કરાયો છે, જેમા નમકના પાણીમાં એમોનિયમ નાઇટ્રેટ ઓગાળવામાં આવે છે, તે આસપાસના વાતાવરણ માટે ગરમી શોષી લે છે. 

આ પ્રયોગ દરમિયાન નોંધવામાં આવ્યું કે, એમોનિયમ નાઇટ્રેટ અને પાણીનું મિશ્રણ માત્ર 20 મિનિટની અંદર તાપમાનને 25°C થી ઘટડી 3.6°C સુધી કર શકે છે. આ પ્રક્રિયા એટલી અસરકારક છે કે તે કોઇ મોટર કે કોમ્પ્રેસર વગર જબરદસ્ત કુલિંગ આપે છે.

વીજળી બિલ વગર ચાલશે

રિપોર્ટ મુજબ આ ટેક્નોલોજીની સૌથી ખાસ વાત એ છેકે તે સોલાર પાવર પર કામ કરે છે. નોંધનિય છે કે, એક વખતમાં જ્યારે એમોનિયમ નાઇટ્રેટ પાણીમાં ઓગળી ઠંડક ઉત્પન્ન કરે છે, તો સિસ્ટમ સોલાર પાવરની મદદથી તે પાણીનું વરાળમાં રૂપાંતર કરે છે.

તેનાથી મીઠાના કણો ફરી બને છે અને તેનો ફરી વાર કુલિંગ માટે ઉપયોગ કરી શકાય છ. આ પદ્ધતિથી વર્ષો વર્ષ Nescod ટેકનોલોજીનો કુલિંગ માટે ઉપયોગ કરી શકાય છે.

રિપોર્ટ મુજબ દુનિયાભરની 10 ટકા વીજળી AC ચલાવવા માટે વપરાય છે. Nescod જેવી ટેકનોલોજી માત્ર વીજળી બચાવશે સાથે સાથે એવા લોકો માટે ગરમીમાં જીવન રક્ષક સાબિત થશે જે મોંઘી વીજળીના બિલનો ખર્ચ ઉઠાવી શકતા નથી. આ ટેકનોલોજીનો ઉપયોગ ઘર ઠંડુ રાખવા ઉપરાંત દવા અને વેક્સિન સુરક્ષિત રાખવા અને ખાદ્ય સામગ્રી બગડતી રોકવા માટે કરી શકાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *