Rahul Gandhi : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના સંગરુરમાં કોંગ્રેસની ‘ઇન્સાફ રેલી’ને સંબોધિત કરી હતી. રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પંજાબને એવી સરકારની જરૂર છે જે પંજાબના લોકો માટે કામ કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે પંજાબમાં સૌથી મોટો મુદ્દો નશાનો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે આમ આદમી પાર્ટી સરકાર પંજાબમાં નશાને રોકવામાં નિષ્ફળ રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને બીજી કહાની બતાવું તમારા મુખ્યમંત્રી વિશે, હું લોકસભામાં હતો, સવારે-સવારે અમારી પાસે બેસીને અમને જોક્સ કહેતો હતો અને સવારે 11 વાગ્યે તેમના મોઢામાંથી દારૂની ગંધ આવતી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું એમ નથી કહેતો કે ભગવંત માન જી એ દારૂ ના પીવો જોઈએ, તે તેમની પર્સનલ વાત છે, જો તેઓ દારૂ પીવા માંગતા હોય તો તેમની અંગત બાબત છે, પરંતુ ભાઈઓ અને બહેનો, જો તમે નશા સામે લડવા માંગતા હોય તો તમારા મુખ્યમંત્રી દરરોજ સાંજે નશો કરી શકે નહીં.
તેઓ નશાને હટાવી શકતા નથી: રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે પંજાબે ભગવંત માન અને આમ આદમી પાર્ટી પર ભરોસો કર્યો હતો. તેમણે રાજ્યને નશા ફ્રી કરવાનું વચન આપ્યું હતું. હું પૂછવા માંગુ છું કે પંજાબના કયા ખૂણામાંથી નશાનો અંત આવ્યો છે. તેઓ નશો દૂર કરી શકતા નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પંજાબની વર્તમાન સરકારની અડધી લગામ અમિત શાહના હાથમાં છે અને બાકીનો અડધો ભાગ અરવિંદ કેજરીવાલના હાથમાં છે અને રાજ્ય દિલ્હીથી ચલાવવામાં આવી રહ્યું છે.
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સાથે જે થયું તે આજે પંજાબમાં ‘ફેશન’ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો જે વિચારથી મૂસેવાલાને ગોળી મારી હતી તે વિચાર આજે આખા પંજાબમાં ફેલાઈ ગયો છે. તેમણે દાવો કર્યો હતો કે જે પણ પંજાબ માટે કામ કરવા માંગે છે તેમને ડરાવવામાં, ધમકાવવામાં આવે છે અને જાહેરમાં ગોળી મારવામાં આવે છે.
અગ્નિવીર યોજનાને લઇને સરકારનો મોટો નિર્ણય, અગ્નિવીરોને 2 વર્ષની વધારાની સેવાની તક મળશે
કોંગ્રેસ નેતાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પણ નિશાન સાધતા કહ્યું હતું કે અમિત શાહે ત્રણ વર્ષમાં પંજાબમાં ડ્રગ્સનું વ્યસન નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ કેન્દ્ર સરકાર એક વર્ષમાં થઈ જશે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયો હતો, પરંતુ અમિત શાહે આ કેસમાં શું કાર્યવાહી કરી?
भगवंत मान जब सांसद थे तो हमारे पास बैठकर चुटकुले सुनाते थे और सुबह के 11 बजे ही उनके मुंह से शराब की बू आती थी। भगवंत मान का शराब पीना उनका व्यक्तिगत मामला है। लेकिन अगर पंजाब नशे से लड़ना चाहता है, तो यहां का मुख्यमंत्री हर शाम नशा नहीं कर सकता। : ‘इंसाफ रैली’ में नेता विपक्ष श्री @RahulGandhi 📍 संगरूर, पंजाब
— Congress (@INCIndia) November 4, 2026
પંજાબ જીતશે તો આખું ભારત જીતશે : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પંજાબમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને એકતા જાળવવા હાકલ કરી હતી. ખડગેએ સંગરુરમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતશે તો તે સમગ્ર ભારતમાં જીત મેળવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસની જીત પંજાબથી શરૂ થવી જોઈએ અને આ માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.
ખડગેએ આમ આદમી પાર્ટીને ભાજપની ‘બી ટીમ’ ગણાવી
કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાત, ગોવા અને અનેક રાજ્યોમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તેને ભાજપની બી ટીમ ગણાવી હતી. તેમણે ભગવંત માનની આગેવાની હેઠળની સરકારને ‘નશા અને ભ્રષ્ટાચારની સરકાર’ ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ અને તેમના લોકો પંજાબમાં હપ્તા વસૂલી કરી રહ્યા છે.
