વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો છે. ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાન પરિષદ (MLC) ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા PM મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટી કેટલી બેઠકો જીતી શકી. તેમણે એ પણ નોંધ્યું કે આ ચૂંટણીઓ બેલેટ પેપર (મતપત્રો) દ્વારા યોજવામાં આવી હતી. ચાર રાજ્યોમાં વિધાન પરિષદની કુલ 28 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાંથી કોંગ્રેસે 12 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ તેને દરેક બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો.
PM મોદીનો કટાક્ષ
PM મોદીએ ‘X’ પરની પોતાની પોસ્ટમાં લખ્યું, “ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટક એમ ચાર મુખ્ય રાજ્યોમાં વિધાન પરિષદની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા યોજવામાં આવી હતી. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?”
MLC elections in 28 seats throughout 4 huge states – Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held utilizing poll papers. Guess what number of seats Congress received? 🧐
— Narendra Modi (@narendramodi) October 28, 2026
કર્ણાટકમાં સત્તામાં હોવા છતાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો
કર્ણાટકમાં MLC ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. રાજ્યમાં વિધાન પરિષદની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે ત્રણ બેઠકો જીતી અને તેના સાથી પક્ષ JD(S)એ એક બેઠક જીતી. કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસ સત્તામાં છે જ્યાં ડી.કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમ છતાં આ વિધાન પરિષદ ચૂંટણીમાં પક્ષનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે.
આ પણ વાંચો: વાવાઝોડું ‘અર્નબ’ ત્રાટક્યું, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 150 કિમીની ઝડપે પવન સાથે ભારે તબાહી, 3 લોકોના મોત
કોંગ્રેસે ક્યાં ચૂંટણી લડી?
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ત્રણ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ બેઠકો પર હારી ગઈ. બિહારમાં પક્ષે પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી અને દરેક બેઠક પર તેને પરાજય મળ્યો. કર્ણાટકમાં કોંગ્રેસે ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી અને ત્યાં પણ તે તમામ બેઠકો હારી ગઈ. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને કોઈ બેઠક ફાળવી ન હતી. પરિણામે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડી ન હતી.
