VIDEO: સુરતમાં અઢી વર્ષના બાળકના માથામાં તપેલું ફસાયું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરતના અડાજણ વિસ્તારમાં એક માસૂમ બાળક સાથે બનેલી વિચિત્ર ઘટના ચર્ચાનો વિષય બની છે. અડાજણ કોઝવે રોડ પર રબારી કોમ્પ્લેક્સમાં રહેતા અઢી વર્ષના મહંમદ ઉમરનું માથું રમતા રમતા સ્ટીલના તપેલામાં ફસાઈ ગયું હતું.

અઢી વર્ષનો મહંમદ ઉમર ઘરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટીલનું તપેલું માથા પર ઊંધું મૂક્યું હતું. જોકે તપેલાનું મોઢું સાંકડું હોવાથી તેનું માથું અંદર ફસાઈ ગયું હતું. બાળકે બહાર નીકળવા પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો અને રડવા લાગ્યો. બાળકના રડવાનો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા હતા. તેમણે પણ માથું બહાર કાઢવા ખૂબ મથામણ કરી, પણ સફળતા મળી નહીં.

હોસ્પિટલમાં 4 કલાકની મથામણ નિષ્ફળ

ચિંતિત પરિવાર તાત્કાલિક બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો. હોસ્પિટલના તબીબો અને સ્ટાફે પણ વિવિધ તરકીબો અજમાવી તપેલું કાઢવા પ્રયાસ કર્યા. લગભગ ચાર કલાકની સખત મહેનત બાદ પણ તપેલું માથામાંથી બહાર નીકળ્યું ન હતું, જેનાથી પરિવારની ચિંતામાં તીવ્ર વધારો થયો હતો.

ફાયર બ્રિગેડનું સચોટ રેસ્ક્યુ

આખરે નિરાશ થયેલા પરિવારે સુરત ફાયર બ્રિગેડને જાણ કરી. કંટ્રોલ રૂમમાં કોલ મળતા જ અડાજણ ફાયર સ્ટેશનની ટીમ દોડી આવી હતી. ફાયરના જવાનોએ બાળકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બાળક નાનું હોવાથી ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી હતી.

આ પણ વાંચો: સુરતમાં ભાડાની આવકના વિવાદમાં પુત્રએ કરી માતા અને નાના ભાઈની હત્યા

ફાયર ટીમે અત્યાધુનિક મિની કટર નો ઉપયોગ કર્યો. એક જવાને બાળકને સ્થિર પકડી રાખ્યો અને બીજા જવાને અત્યંત કુશળતાપૂર્વક કટર વડે તપેલાના કિનારીના ભાગેથી કાપવાનું શરૂ કર્યું. બાળકની ચામડીને જરા પણ ઈજા ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડી મિનિટોની કામગીરી બાદ ફાયર ટીમે તપેલું કાપી નાખ્યું અને બાળક મહંમદ ઉમરને સલામત રીતે બચાવી લીધો. તપેલું નીકળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર બ્રિગેડની કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *