Ramayana Ravan Star Forged : રામાયણમાં ‘રાવણ’ એ ભારતીય સિનેમા, ટીવી અને રામલીલાનું એક પાત્ર છે, જેને દરેક યુગના કલાકારો દ્વારા પોતાની શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે. ક્યાંક તેનો ગર્જના કરતો અવાજ અને અહંકારે દર્શકોને પ્રભાવિત કર્યા, ક્યાંક મોર્ડન લુક, એક્શન અને હાસ્ય એ તેની છબી બદલી નાખી હતી.
તે એક એવું પાત્ર છે જે માત્ર અભિનય જ નથી પરંતુ અવાજ, વ્યક્તિત્વ, ડાયલોગ ડિલિવરી અને અહંકારને પડદા પર લાવવાનો પડકાર છે. વર્ષોથી, દર્શકોએ રાવણના રોલમાં ઘણા કલાકારો જોયા છે, ત્યારથી લઇ અત્યાર સુધી લંકપતિની રાવણની સ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે.
રાવણની યાત્રા બતાવે છે કે સમય જતાં અભિનયની રીત બદલાઈ ગઈ છે. અગાઉ ઊંચી પિચ અને નાટ્યાત્મક ડાયલોગ એમની ઓળખ હતી, પરંતુ આજના લુક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એક્શન અને ઇમોશનલ લેયર્સ પણ મહત્ત્વના છે.
રામલીલામાં ક્યાંક દમદાર સંવાદ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લે છે, તો ક્યાંક કલાકારોની કોમેડી અભિનય દર્શકોને હસાવે છે. આ વિવિધતા રાવણને દરેક તબક્કામાં ચર્ચાનો વિષય બનાવે છે. ચાલો રાવણના પાત્રો પર એક નજર કરીએ જે સમય જતાં બદલાય છે.
અરવિંદ ત્રિવેદી : સૌથી આઇકોનિક રાવણ
1987માં રામાનંદ સાગરની ‘રામાયણ’માં અરવિંદ ત્રિવેદીએ રાવણને અમર બનાવી દીધો હતો. તેમના ભારે અવાજ, તીક્ષ્ણ હાવભાવ અને જોરદાર ડાયલોગ ડિલિવરીએ પાત્રને એવી ઓળખ આપી હતી કે આજે પણ રાવણનું નામ આવતાની સાથે જ તેનો ચહેરો યાદ આવે છે.
તેમનું અભિનય નાટકીય હતું, પરંતુ તેમાં રાવણના જ્ઞાન, શક્તિ અને ઘમંડનું પ્રભાવશાળી સંયોજન હતું. વર્ષો વીતી ગયા, પરંતુ અરવિંદ ત્રિવેદી રાવણના પાત્રમાં હજી પણ દર્શકોના મનમાં જીવીત છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/10/18/arvind-trivedi-ravan-ramayana-2026-10-18-13-19-46.jpg)
પ્રેમનાથ : મોટા પડદાનું પ્રભુત્વ
1976માં આવેલી ફિલ્મ ‘બજરંગબલી’માં અભિનેતા પ્રેમનાથે રાવણની ભૂમિકા ભજવી હતી. તેમના ગંભીર અવાજ અને પ્રભાવશાળી વ્યક્તિત્વએ જૂના પૌરાણિક સિનેમાની ભવ્ય શૈલીને પડદા પર લાવી. તે યુગમાં સંવાદોનો ઊંચો અવાજ, ચહેરાના તીક્ષ્ણ હાવભાવ અને નાટ્યાત્મક શૈલી પાત્રની તાકાત માનવામાં આવતી હતી.
આશુતોષ રાણા
આશુતોષ રાણા ઘણી રામલીલાઓમાં રાવણના રોલમાં પણ જોવા મળ્યા હતા. તેમણે પડદા પર લંકપતિની ભૂમિકા પણ ભજવી હતી. તેમને સ્ટેજ પર રાવણની ભૂમિકામાં જોવું એ ખૂબ જ સરસ અનુભવ છે. તેમની ડાયલોગ ડિલિવરી, અહંકારી રાવણનો અંદાજ દર્શકોને પસંદ આવે છે. મોટી મૂછો અને મોટા મુકુટમાં કલાકારને રાવણની શૈલીમાં પસંદ કરવામાં આવ્યો છે.
અખિલેન્દ્ર મિશ્રા : અહંકાર સાથે લાગણીઓ
2008માં આવેલી ફિલ્મ ‘રામાયણ’માં અખિલેન્દ્ર મિશ્રાએ રાવણના પાત્રને એક અલગ ઊંડાણ આપી હતી. ગુસ્સો અને ઘમંડની સાથે સાથે તેના અભિનયમાં એક ભાવનાત્મક પાસું પણ હતું. તેમણે રાવણને માત્ર બુરાઇનું પ્રતિક દેખાડવાના બદલે એક એવા શક્તિશાળી રાજાના સ્વરૂપમાં દેખાડ્યા છે, જેના ખોટા નિર્ણયો તેના પતનનું કારણ બન્યા હતા. તેમણે આ આખી વાર્તા સ્ક્રીન પર સારી રીતે ભજવી હતી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/10/18/saif-ali-khan-as-a-ravan-in-adipurush-2026-10-18-13-20-22.jpg)
સૈફ અલી ખાન: ચર્ચા અને વિવાદોનું રાવણ
સૈફ અલી ખાને 2023માં આવેલી ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણની ભૂમિકા ભજવી હતી. તેનો દેખાવ અને ફિલ્મમાં જે રીતે પાત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેનાથી ઘણી ચર્ચા થઈ હતી. પરંપરાગત મુગટ અને વેશભૂષાથી આગળ વધીને, રાવણને નવી અને અલગ શૈલીમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રયાસ ખરાબ રીતે નિષ્ફળ ગયો. પરિણામે તેને ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/10/18/yash-as-a-ravan-in-ramayana-2026-10-18-13-21-18.jpg)
યશ : રામાયણ પાર્ટ 1
નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ આ વર્ષે દિવાળી પર 5 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં યશે રાવણની ભૂમિકા ભજવી છે. અત્યાર સુધી ફિલ્મના બે ટ્રેલર જાહેર થયા છે અને રાવણના પાત્ર પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
‘રામાયણ’ નું બીજુ ટ્રેલર થયું રિલીઝ, રણબીર-યશ અને સાઈ પલ્લવી રહ્યા હાજર
‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયું છે, દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર 2 મિનિટ અને 36 સેકન્ડ લાંબું છે. ટ્રેલરમાં ભગવાન રામ (રણબીર કપૂર) અને રાવણ (યશ) વચ્ચે ધર્મ-અધર્મનું યુદ્ધ બતાવવામાં આવ્યું છે. ટ્રેલરની શરૂઆત એક દમદાર અવાજથી થાય છે, જેમાં ઇતિહાસ શરૂ થાય તે પહેલાંની દુનિયાનો ઉલ્લેખ કરે છે અને પછી બતાવે છે કે કેવી રીતે અંધકારના ઊંડાણમાંથી રાવણનો ઉદય થાય છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
