IPL 2027 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2027 (આઈપીએલ 2027) ની હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. શ્રીલંકાનો લેજન્ડરી ખેલાડી મહેલા જયવર્ધને આગામી સિઝનમાં હેડ કોચના રોલમાં જોવા મળશે નહીં. જયવર્ધનેના કોચિંગમાં ફ્રેન્ચાઈઝીએ 3 વખત આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. 2017, 2019 અને 2020માં ટીમ ચેમ્પિયન બની હતી. તેઓ એક દાયકાથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા રહ્યા હતા.
2017માં મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી
જયવર્ધનની પ્રથમ વખત 2017માં મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે 2022 સિઝન સુધી આ ભૂમિકામાં રહ્યા હતા. ત્યારબાદ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે એસએ 20, આઇએલટી 20 અને એમએલસી જેવી વિદેશી લીગમાં પોતાનો વિસ્તાર કર્યો ત્યારે જયવર્ધનેને ‘ગ્લોબલ હેડ ઓફ પર્ફોર્મન્સ’ તરીકે બઢતી આપવામાં આવી હતી.
2024ની ખૂબ જ ખરાબ સિઝન પછી જયવર્ધને આઈપીએલ 2025 પહેલા મુખ્ય કોચ તરીકે પરત ફર્યા હતા અને માર્ક બાઉચરની જગ્યા લીધી હતી. તે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ક્વોલિફાયર 2માં પહોંચવામાં સફળ રહી હતી. જોકે 2026ની સિઝન નિરાશાજનક રહી હતી, કારણ કે ટીમ પોઈન્ટ ટેબલના તળિયેથી બીજા ક્રમે રહી હતી.
આઈપીએલ રિટેન્શનમાં એક મહિનાથી પણ ઓછા સમય
મુંબઈ ઈન્ડિયન્સને ટૂંક સમયમાં જ નવા હેડ કોચ શોધવા પડશે, કારણ કે આઇપીએલની રિટેન્શનની અંતિમ તારીખ 15મી નવેમ્બરે પૂરી થવામાં હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. આઈપીએલ 2027ની હરાજી ડિસેમ્બરના મધ્યમાં ગોવામાં યોજાવાની સંભાવના છે.
𝗠𝘂𝗺𝗯𝗮𝗶 𝗜𝗻𝗱𝗶𝗮𝗻𝘀 𝗕𝗶𝗱 𝗮 𝗛𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗙𝗮𝗿𝗲𝘄𝗲𝗹𝗹 𝘁𝗼 𝗠𝗮𝗵𝗲𝗹𝗮 𝗝𝗮𝘆𝗮𝘄𝗮𝗿𝗱𝗲𝗻𝗲 Mahela has been way more than a Head Coach to Mumbai Indians. Underneath his management as Head Coach, Mumbai Indians received 3 IPL titles. Learn extra 👉 https://t.co/GvYuetCKW5
— Mumbai Indians (@mipaltan) October 17, 2026
જયવર્ધનેની શાનદાર ક્રિકેટ કારકિર્દી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેન પૈકીના એક જયવર્ધને આઇપીએલના શરૂઆતના વર્ષોમાં મોટા સ્ટાર હતો. તે લીગની પ્રથમ છ સિઝનમાં પંજાબ કિંગ્સ, કોચી ટસ્કર્સ કેરળ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યા હતા. તે પછીની બે ટીમોના કેપ્ટન પણ હતા. જયવર્ધને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારવામાં પાંચમા ક્રમે છે. તેમણે 54 સદી અને 136 અડધી સદીની મદદથી 652 મેચમાં કુલ 25,957 રન ફટકાર્યા છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, અંતિમ બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન
દિલ્હી કેપિટલ્સે નવા બોલિંગ કોચની જાહેરાત કરી
દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2027 પહેલા શ્રીલંકાના સૌથી સફળ ફાસ્ટ બોલર ચામિન્ડા વાસને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત વાસને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ કોચિંગનો અનુભવ છે. તે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલની જગ્યા લેશે.
