નવરાત્રી ફરાળી રેસીપી, મખાના ચાટ અને ડ્રાયફૂટ્સ મિલ્કશેક રેસીપી

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Navratri Vrat Recipes : નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ ધરાવે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. કેટલાક લોકો નવરાત્રીના પ્રથમ અને છેલ્લા દિવસે ઉપવાસ કરે છે, તો અમુક લોકો નવે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ દરમિયાન શરીરને ઘણી ઉર્જાની જરૂર હોય છે. 

જો તમે નવરાત્રીમાં ઉપવાસ રાખો છો, તો દર વખતની જેમ સાબુદાણા કે મોરૈયાની ખીચડી, રાજગરાના લોટની પૂરી, બટાકાની સુકી ભાજી ખાવા માંગતા નથી? તેથી તમે આ વખતે કંઈક અલગ કરવાનો ટ્રાય કરી શકો છો. અમે તમને કેટલીક આવી રેસીપીઓ જણાવવા જઈ રહ્યા છીએ, જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે. તમે આ વાનગીઓ ઓછા સમયમાં સરળતાથી બનાવી શકો છો.

નવરાત્રી આ વખતે 11 ઓક્ટોબર, 2026 રવિવારથી શરૂ થાય છે. તે 20 ઓક્ટોબરે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, જો તમે ઉપવાસ કરો છો, તો તમે અહીં જણાવેલ વિશેષ રેસીપી અજમાવી શકો છો. જે માત્ર પુખ્ત વયના લોકો જ નહીં પરંતુ બાળકો પણ બહુ જ ટેસ્ટથી ખાવા માંગશે. ચાલો જાણીએ ઉપવાસની રેસીપી વિશે.

મખાના ચાટ રેસીપી

મખાના ચાટ બનાવવા માટે સામગ્રી

  • મખાના : 1 કપ
  • ઘી : 1 ચમચી
  • લીલા મરચાં : 2 કપ
  • સીંગદાણા : 1 કપ 
  • લીલું કોથમીર : 1 કપ
  • દહીં : 2 કપ
  • ફરાળી મીઠું : સ્વાદ અનુસાર
  • દાડમના દાણા : 1 કપ

મખાના ચાટ બનાવવાની રીત

આ ફરાળી વાનગી બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઇમાં ઘી ગરમ કરી મખાનાને સહેજ શેકો, જે ક્રિસ્પી થાય એટલે કે અલગ વાસણમાં કાઢીલો. હવે કઢાઇમાં ઘી ગરમ કરો. તેમાં લીલા મરચાં, સીંગદાણા અને લીલું કોથમીર સાંતળો. હવે આ સામગ્રી સહેજ ઠંડી થવા દો, જેથી તે સારી રીતે પીસી શકાય. તેને મિક્સરમાં સારી રીતે પીસી લો. એક બાઉલ આ મિશ્રણ રેડો, પછી શેકેલા મખાના અને દહીં ઉમેરો. તેમા ફરાળી મીઠું ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. ચાટની ઉપર દાડમના દાણા અને લીલું કોથમીર ઉમેરી ગાર્નિશ કરો. દાડમના દાણા આ ફરાળી ચાટને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. આ રીતે તમારી સ્વાદિષ્ટ અને હેલ્ધી મખાના ચાટ તૈયાર થઈ જશે.

ડ્રાયફ્રૂટ્સ મિલ્કશેક રેસીપી

ડ્રાયફ્રૂટ્સ મિલ્કશેક બનાવવા માટે સામગ્રી

  • દૂધ : 2 કપ
  • કેળા : 1 નંગ
  • કાજુ : અડધી વાટકી
  • મખાના : અડધી વાટકી
  • બાદામ : 4 – 5 નંગ
  • કિશમિશ : જરૂર મુજબ
  • ખજૂર : 4 નંગ
  • પિસ્તા : અડધી વાટકી
  • કેસર 

ડ્રાયફૂટ્સ મિલ્કશેક બનાવવાની રીત 

નવરાત્રીના વ્રત દરમિયાન જો તમને કંઈક મીઠી ચીજ ખાવાની ઇચ્છા થાય તો ડ્રાયફ્રૂટ્સ મિલ્કશેક બનાવી શકાય છે. તેને બનાવવા માટે એક બાઉલમાં મખાના, કાજુ, કિસમિસ અને ખજૂરને દૂધમાં પલાળી રાખો. હવે મિક્સરમાં કેળા અને દૂધ ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. જો તમને વધારે મીઠાશ પસંદ નથી ખાંડ ઉમેરવાનું ટાળો. આ મિલ્કશેકને એક ગ્લાસમાં રેડો. તેની ઉપર કેસરના તાંતણા અને પિસ્તા વડે ગાર્નિશિંગ કરો. આ રીતે તમે ઓછા સમયમાં ટેસ્ટી ડ્રાયફૂટ્સ મિલ્કશેક તૈયાર કરી શકો છો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *