Jailer 2 Trailer : રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં રજનીકાંતનો જબરદસ્ત અવતાર જોવા મળ્યો હતો. ‘જેલર 2’ના ટ્રેલરમાં વિદ્યા બાલન, મિથુન અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સની ઝલક જોવા મળી હતી. પરંતુ અભિનેત્રી અપેક્ષા પોરવાલે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ટ્રેલર વીડિયોમાં અપેક્ષા જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળી હતી. ટ્રેલરમાં જોવા મળ્યા પછી અપેક્ષા પોરવાલ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
અભિનેત્રી પણ આ વાતથી વાકેફ છે. આવી સ્થિતિમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક રમુજી પોસ્ટ શેર કરી છે. અપેક્ષાએ ‘જેલર 2’ની ઝલક શેર કરી છે, જેમાં તે હાથમાં બંદૂક પકડીને તલવાર ચલાવતી જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે આમ તો આ દરેક જગ્યાએ છવાયેલું છે, પરંતુ શું તમે મને જેલર 2ના ટ્રેલરમાં જોઇ? ફિલ્મ ‘જેલર 2’ 15 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થશે.
યુઝર્સે આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં અપેક્ષા પોરવાલની પ્રશંસા કરી રહ્યા છે. તેને અભિનંદન મળી રહ્યા છે. સાથે યુઝર્સ કહી રહ્યા છે તેને એક્શન અવતારમાં જોવું ખૂબ જ સારું હતું.
કોણ છે અપેક્ષા પોરવાલ?
ઇન્ટરનેટ છવાઇ ગયેલી અપેક્ષા પોરવાલ વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છે. તેણે 2020માં ‘અનદેખી’ નામની સિરીઝથી ડેબ્યૂ કર્યું હતું. અપેક્ષાએ મુંબઈના જેફ ગોલ્ડબર્ગ સ્ટુડિયોમાંથી મેથડ એક્ટિંગની તાલીમ લીધી હતી. 9 મહિનાનો ડિપ્લોમા પ્રોગ્રામ પૂરો કરવા ઉપરાંત તેણે નીરજ કબી અને અતુલ મોંગિયા જેવા એક્ટિંગ ટિચર્સ પાસેથી પણ ટ્રેનિંગ લીધી હતી.
અપેક્ષાએ થિયેટરમાં પણ કામ કર્યું હતું. તે થિયેટર પ્રોડક્શન ‘ડિરેન્જ્ડ મેરેજ’ અને લુઇજી પિરાંડેલોના નાટક ‘સિક્સ કેરેક્ટર્સ ઇન સર્ચ ઓફ એન ઓથર’ માં જોવા મળી હતી. તેણે આનંદ તિવારીની વેબ સિરીઝ ‘ઇમ્પરફેક્ટ’માં પણ કામ કર્યું હતું.
યામી ગૌતમનું 100 વર્ષ જૂનું હિમાચલ પ્રદેશનું ઘર છે આલીશાન, કરોડોમાં છે કિંમત, જુઓ શું છે ખાસ
થિયેટર, ટીવી અને વેબ શોમાં કામ કરી ચૂકેલી અપેક્ષા પોરવાલ મિસ દિવા 2017ની રનર્સ-અપ પણ રહી ચૂકી છે. તેણે મિસ ઈન્ડિયા દિલ્હી 2025નું નું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા તે મિસ ટીન ઈન્ડિયા ઇન્ટરનેશનલ 2009 પણ રહી હતી.
અપેક્ષાએ કિકબોક્સિંગ અને નનચક્સ સહિતની માર્શલ આર્ટ્સની તાલીમ પણ લીધી છે. ‘જેલર 2’ના ટ્રેલરમાં અભિનેત્રીને જોઈને લાગે છે કે આ ટ્રેનિંગ તેના માટે કામમાં આવી છે. આ સિવાય તે કથક પણ શીખી છે.
