સોહરાબુદ્દીન કેસમાં 22 આરોપીઓને સુપ્રીમ કોર્ટની નોટિસ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2005ના સોહરાબુદ્દીન શેખ કથિત એન્કાઉન્ટર કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત તમામ 22 આરોપીઓને નોટિસ જારી કરી છે. જોકે કોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આરોપમુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તે ચોક્કસ અરજી ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે મે 2016માં આ કેસમાં તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ સોહરાબુદ્દીન શેખના નાના ભાઈ રૂબાબુદ્દીન શેખે આ મુક્તિને પડકારી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી કરી અને તમામ આરોપીઓને નોટિસ જારી કરી. આ કેસની આગામી સુનાવણી 28 ઓક્ટોબરના રોજ નિર્ધારિત છે.

CJIના નેતૃત્વમાં બેન્ચ દ્વારા સુનાવણી

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના નેતૃત્વમાં ત્રણ ન્યાયાધીશોની બેન્ચ રૂબાબુદ્દીન શેખની અપીલ પર સુનાવણી કરી રહી હતી. વરિષ્ઠ વકીલ ડી.એસ. નાયડુ રૂબાબુદ્દીન શેખ વતી કેસની દલીલો કરી રહ્યા હતા. તેમણે કહ્યું, “હું 2010 થી આ કેસ લડી રહ્યો છું. મારી વિનંતી પર જ તપાસ પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી.” સુનાવણી દરમિયાન, જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ટિપ્પણી કરી હતી કે કોર્ટ એ હકીકત સ્વીકારે છે કે મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી ગયા હતા (હોસ્ટાઈલ થયા હતા). નોંધનીય છે કે હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન 92 સાક્ષીઓએ તેમના નિવેદનો પાછા ખેંચી લીધા હતા જે ગંભીર ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: થપ્પડકાંડ મામલે કેજરીવાલનું PM મોદીને લઈ વિવાદાસ્પદ નિવેદન, પ્રવેશ વર્માને કહ્યું- આ દેશ તમારા પિતાનો નથી

CBI કોર્ટે 2018માં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા

શરૂઆતમાં ડિસેમ્બર 2018 માં એક વિશેષ CBI કોર્ટે આ કેસમાં તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સોહરાબુદ્દીનના ભાઈઓએ બોમ્બે હાઈકોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. જોકે 7 મે, 2026ના રોજ હાઈકોર્ટે CBI કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો, જેના કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તેમના વકીલે જણાવ્યું હતું કે અન્ય એક ભાઈ નયાબુદ્દીન શેખે પણ અરજી દાખલ કરી છે અને બંને કેસોની એકસાથે સુનાવણી કરવાની વિનંતી કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *