Categorical Investigation : ભારત ચીનના સૈનિકો વચ્ચે વર્ષ 2017માં નોર્થ ઈસ્ટ બોર્ડર પર ડોકલામમાં અથડામણ થઇ હતી, ત્યારે આ ઘર્ષણની અસર નકશા પર 2000 કિલોમીટરથી વધુ દૂર મુંબઈ સુધી પહોંચી હતી. મુંબઈમાં ચીનની ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (ICBC) ભારતમાં એકમાત્ર શાખા ધરાવે છે.
ICBCની આ શાખાએ તે સમય દરમિયાન ‘ધિરાણ અને રોકાણ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે સક્રિય પગલાં લીધા’. અને મંજૂર થયેલા પરંતુ અત્યાર સુધી જારી ન થયેલી 11 લોન અને બોન્ડ રોકાણોની કુલ 18.5 કરોડ ડોલરની રકમ અટકાવી રાખી છે. આટલું જ નહીં, બેંકે તેના દરેક વિભાગમાં હાજર ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોને ‘સંગઠિત’ કર્યા જેથી તેઓ ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ સાથે સતત સંપર્કમાં રહે.
આ માહિતી એવા આંતરિક દસ્તાવેજોમાં સામે આવી છે, જેની સમીક્ષા ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા China Capital નામની એક વૈશ્વિક તપાસ હેઠળ કરવામાં આવી છે. આ તપાસનું નેતૃત્વ ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) દ્વારા કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ચીનની ભૌગોલિક રાજકીય વ્યૂહરચનામાં ICBC સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી બેંક કેટલી મહત્વપૂર્ણ છે.
આ તપાસ પ્રકાશ પાડે છે કે, ચીનની સરકારનો અર્થતંત્ર પર કેટલો પ્રભાવ છે. તે એવું પણ બતાવે છે કે 2017ના ડોકલામ વિવાદ દરમિયાન ચીને ભારતમાં તેના હિતો અને સંપત્તિની સુરક્ષા માટે શું પગલાં લીધાં હતા.
8 ટ્રિલિયન ડોલરથી વધુની સંપત્તિ સાથે, ICBC ચીનની સૌથી મોટી કોમર્શિયલ બેંક છે. તે ચીનની ચાર સૌથી મોટી સરકારી માલિકીની નાણાકીય સંસ્થાઓમાંની એક છે. આ જૂથમાં બેંક ઓફ ચાઇના, એગ્રીકલ્ચરલ બેંક ઓફ ચાઇના અને ચાઇના કન્સ્ટ્રક્શન બેંકનો પણ સમાવેશ થાય છે.
ચાઇના કેપિટલની આ જાણકારી ICBCની લંડન બ્રાન્ચના 48 લાખ દસ્તાવેજોના ડેટાસેટમાંથી મળી છે. તેમા ટ્રેડ સિક્રેટ, ગોપનીય દસ્તાવેજો અને 4000 થી વધુ કોર્પોરેટ ગ્રાહકોની યાદી તરીકે ચિહ્નિત આંતરિક અહેવાલોનો સમાવેશ થાય છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે ICBC એ લંડન સ્થિત પોતાના ઓપરેશનને એવી કંપનીઓ અને વેપારી જૂથો માટે એક નાણાકીય કેન્દ્ર તરીકે ઉપયોગ કર્યો જેનો સંબંધિત પ્રતિબંધિત રશિયન અને બેલારૂસના વેપારીઓ, દેવામાં ડુબેલા દેશો અને ચીનના રાજકીય વર્ગ સાથે છે.
ICBCના આ દસ્તાવેજો 2005 થી 2024 સુધીના છે. આ તે સમયગાળો છે જ્યારે ચીન વૈશ્વિક મંચ પર ઝડપથી ઉભરી આવ્યું હતું અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સત્તામાં આવ્યા હતા. આ દસ્તાવેજો સૌ પ્રથમ ‘હન્ટર્સ ઇન્ટરનેશનલ’ Hunters Worldwide) નામના હેકિંગ ગ્રુપ દ્વારા મેળવવામાં આવ્યા હતા. બાદમાં તેમને ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) ને લીક કરવામાં આવ્યા હતા.
ICIJ એ આ રેકોર્ડ્સને 24 મીડિયા આઉટલેટ્સ સાથે શેર કર્યા છે. જેમા ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઇમ્સ ઓફ લંડન અને જર્મનીની ડેર સ્પીગલનો સમાવેશ થાય છે. તપાસમાં 24 દેશોના કુલ 75 પત્રકારોએ ભાગ લીધો હતો. ઈન્ડિયન એક્સપ્રેસ અને ICIJ એ સવાલોની વિસ્તૃત યાદી મોકલી હતી પરંતુ ICBC એ તેનો કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી.
ડોકલામ વિશે ‘ગોપનીય’ દસ્તાવેજમાં કઇ માહિતી છે?
ડોકલામનો ઉલ્લેખ જાન્યુઆરી 2018માં ICBCની વિદેશી બ્રાન્ચની કામગીરી વિશે તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં મળે છે. આ રિપોર્ટને ગોપનિય (confidential) અને બાહ્ય વિતરણ માટે નથી (not for exterior distribution) તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો. 178 પાનાંના અહેવાલમાં ICBCની 42 વિદેશી શાખાઓની કામગીરીની વિગતો આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2017 માં ભારત-ચીન સરહદ પર સંઘર્ષને કારણે મુંબઈ શાખાને “આંતરિક અને બાહ્ય પડકારો” નો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે “સામાન્ય કામગીરી” જાળવવામાં સફળ રહી હતી.
ડોકલામ ભારત, ભૂતાન અને ચીનના ત્રિભેટ પર આવેલું છે. 2017માં 73 દિવસ સુધી આ અવરોધ ચાલી રહ્યો હતો. તેની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ ભૂટાન સાથેના વિવાદિત વિસ્તારમાં તેના સૈનિકો તૈનાત કર્યા હતા. જૂન 2017માં ચીને આ વિસ્તારમાં નવો રસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષના જવાનો ઘાયલ થયા હતા. ઓગસ્ટમાં બંને દેશો વચ્ચેની રાજદ્વારી વાટાઘાટો બાદ વિવાદનો અંત આવ્યો હતો અને બંને પક્ષો તેમની આક્રમક સ્થિતિમાંથી ખસી જવા સંમત થયા હતા.
ICBCના ‘The web revenue goal was not met as a consequence of inside and exterior components’ શીર્ષકવાળા અહેવાલમાં આ કટોકટી અને તેના કારણે ભારત ચીન સંબંધોમાં ઘણી જગ્યાએ તણાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ શાખા બેઇજિંગમાં તેના હેડક્વાર્ટર દ્વારા નિર્ધારિત લક્ષ્યના માત્ર 57.7 ટકા જ હાંસલ કરી શકી છે.
રિપોર્ટમાં નોંધ્યું છે કે, “આની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ હતા: પ્રથમ, સરહદ અવરોધ દરમિયાન, શાખાએ દેવું અને રોકાણ સાથે સંકળાયેલા જોખમને ઘટાડવા માટે પગલાં લીધાં હતા.” તેણે 11 લોન અને બોન્ડ રોકાણ અટકાવ દીધું, જેને મંજૂરી આપવામાં આવી છે પરંતુ હજી સુધી જારી કરવામાં આવ્યા નથી. તેમની કુલ રકમ 185 મિલિયન ડોલર હતી. ”
ડોકલામ કટોકટી દરમિયાન, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) ના સભ્યો ICBCની મુંબઈ શાખામાં સક્રિય હતા. ‘સરહદી તણાવની અસર ઘટાડવા માટે પાર્ટી સંગઠનને મજબૂત બનાવવું’ શીર્ષકવાળા અહેવાલના ભાગમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરહદ પર તણાવ દરમિયાન શાખાએ તમામ વિભાગોના પાર્ટીના સભ્યોને પોતપોતાની જવાબદારીઓ નિભાવવા જણાવ્યું હતું. તેમણે દૂતાવાસ અને કોન્સ્યુલેટ સાથે સતત સંપર્ક રાખ્યો હતો અને શાખાની સામાન્ય કામગીરી સુનિશ્ચિત કરી હતી.
ICBCના અહેવાલ અનુસાર, કટોકટીએ શાખાને કટોકટીનો સામનો કરવા માટે યોજના બનાવવાની ફરજ પાડી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “શાખાએ મુખ્યાલયના સંબંધિત વિભાગોને સમયસર માહિતી પૂરી પાડી હતી, કટોકટીનો સામનો કરવા માટે વ્યાપક યોજનાઓ બનાવી હતી, દેવું અને રોકાણ સાથે સંકળાયેલા જોખમને ઘટાડ્યું હતું અને કટોકટીની નકારાત્મક અસરને ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો.”
રિપોર્ટ અનુસાર, સરહદ વિવાદના તણાવપૂર્ણ તબક્કા દરમિયાન, મુંબઈ શાખાએ “પારદર્શિતા, સંવાદ અને વિશ્વાસ” નું વાતાવરણ બનાવવા માટે ઘણા અસામાન્ય પગલા લીધા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ માટે સીઈઓ સાથે ચાય પર ચર્ચાના સેશન યોજવામાં આવ્યા હતા. સ્થાનિક કર્મચારીઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરવામાં આવી હતી અને તેમની સ્થિતિ વિશેની તેમની ચિંતાઓને દૂર કરવા માટે તેમની સાથે સામાજિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી.
ચાઇના કેપિટલ ડેટાસેટમાં ઉલ્લેખિત આ કાર્ય સારાંશ એકમાત્ર દસ્તાવેજ નથી જે ICBC અને ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) વચ્ચેના ગાઢ સંબંધો તરફ નિર્દેશ કરે છે. ચીનની અન્ય મોટી નાણાકીય સંસ્થાઓની જેમ, ICBCમાં પણ એક ‘પાર્ટી કમિટી’ છે. 2024 માં બેંક બેઠકોનો એજન્ડા દર્શાવે છે કે મુખ્ય અધિકારીઓને પાર્ટી કમિટી વતી વિશેષ જવાબદારીઓ સંભાળવાનું અને પાર્ટી કમિશનના લોકપાલ સાથે સંકલન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ICBCના જનરલ મેનેજર ઓફ ઇન્ટરનેશનલ ઓપરેશન્સ દ્વારા 2022 માં સબમિટ કરાયેલા નાણાકીય અહેવાલમાં તેને બેંકની ‘મુખ્ય જવાબદારી’ તરીકે વર્ણવવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, “… મુખ્ય રાજકીય જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે પાર્ટીના 20મા સત્રના મુખ્ય એજન્ડા અનુસાર અભ્યાસ અને જાગૃતિ વધારવાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે.
ચાઇના કેપિટલના રેકોર્ડ્સ અનુસાર, લંડનમાં ICBCના અધિકારીઓએ ગ્રાહકોનું મૂલ્યાંકન કરતી વખતે માત્ર વ્યવસાયિક લાભો પર ધ્યાન આપ્યું ન હતું. તેઓએ એ પણ જોયું કે ગ્રાહક ચીનના આર્થિક હિતોને કેટલો આગળ વધારી શકે છે.
દસ્તાવેજો અને ડેટા અનુસાર, તેમાં ‘ગોઇંગ ગ્લોબલ’ જેવી નીતિઓનો પણ સમાવેશ થાય છે જેનો હેતુ ચીની કંપનીઓને વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવામાં મદદ કરવાનો હતો. આ ઉપરાંત તેમાં ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ શી જિનપિંગની આગેવાની હેઠળના ચીન દ્વારા શરૂ કરવામાં આવેલો આ એક વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ભારતે આ પહેલમાં ભાગ લીધો ન હતો.
