અમદાવાદમાં વરસાદે ખોલી AMCની પોલ, રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


અમદાવાદમાં માત્ર એક કલાકમાં પડેલા ભારે વરસાદે ભારે તબાહી મચાવી હતી. હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે 13 જિલ્લાઓ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું હતું. વરસાદ એટલો જોરદાર હતો કે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બે અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા અને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી હતી.

આજે સવારે 11:00 વાગ્યાથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં પૂર્વ ઝોનના રબારી કોલોની, વસ્ત્રાલ અને CTM તેમજ SG હાઈવે, બોડકદેવ, સેટેલાઇટ અને ઇસ્કોન જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ભારે વરસાદને કારણે અનેક મુખ્ય રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. SG હાઈવે, જોધપુર ક્રોસ રોડ્સ અને પશ્ચિમના વિસ્તારોમાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. બે અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.

એક કલાકના વરસાદથી સર્જાયેલી તબાહી

સોમવારે અમદાવાદમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. સવારે 11:00 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 32 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં જોધપુર ઝોનલ વિસ્તારમાં સૌથી વધુ 71.50 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ દુધેશ્વર (69.50 મીમી), જોધપુર (69 મીમી) અને સરખેજ (67.50 મીમી)નો ક્રમ આવે છે.

Flooded roads in Ahmedabad vehicles stuck
શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય ચાર રસ્તાઓ પર વરસાદી પાણીનો ઝડપી નિકાલ ન થવાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. {Photograph}: (Indian Specific)

વાહનો બંધ, વાહનચાલકો ત્રસ્ત

અમદાવાદમાં વહેલી સવારે પડેલા વરસાદના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં જ વાહનચાલકો પણ કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. આજે એક કલાક પડેલા વરસાદ ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી દીધી છે. અમદાવાદ શહેરના રસ્તાઓ પર ગણા લોકો પાણીમાં પોતાના ગાડીઓ ફસાતા રોડ પર જ પોતાની કાર અને બાઈકો મૂકીને જતા રહ્યા છે. 

Ahmedabad rain waterlogging commuters harassed AMC
અમદાવાદના બે અંડરપાસ બંધ કરવામાં આવ્યા. {Photograph}: (Indian Specific)

કોર્પોરેશનની કામગીરી સામે નાગરિકોમાં ભારે આક્રોશ

દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે, તેમ છતાં પહેલા જ વરસાદમાં શહેરની આ સ્થિતિ થતાં નાગરિકો અને વાહનચાલકોએ AMC ના તંત્ર પર ભારે રોશ ઠાલવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે પ્રી-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ રહે છે, જેના પરિણામે સામાન્ય જનતાને દર ચોમાસે આવી મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *