જાન્હવી કપૂરના ટોન્ડ લેગ્સનું રહસ્ય શું છે? તેની લેગ ડે વર્કઆઉટમાં સામેલ 3 કસરતો વિશે જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Janhvi Kapoor Leg Day Exercise :અભિનેત્રી જાન્હવી કપૂરની ફિટનેસ અને તેની ટોન્ડ બોડી અવારનવાર ચર્ચામાં રહે છે. તે તેની ફિટનેસ રૂટિનમાં પગની કસરતો ઉપર પણ ધ્યાન આપે છે. હાલમાં જ તેના ફિટનેસ સ્ટુડિયોએ જાન્હવીના લેગ ડે વર્કઆઉટની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોસ્ટના કેપ્શનમાં મજેદાર અંદાજમાં લખવામાં આવ્યું હતું કે “Spaghetti or rice? Janhvi selected legs.”

જાન્હવી પોતાના વર્કઆઉટ રૂટિનમાં પગના જુદા જુદા ભાગોને મજબૂત કરવા માટે અલગ-અલગ કસરતો કરે છે. તેમાં ક્વાડ્રિસેપ્સ (જાંઘના આગળના સ્નાયુઓ), હેમસ્ટ્રિંગ્સ (જાંઘના પાછળના સ્નાયુઓ), ગ્લુટ્સ (હિપ સ્નાયુઓ) અને પિંડલિયો પર કામ કરનારી કસરતો સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ કસરતોના ફાયદા પગને શેપ આપવા સુધી મર્યાદિત નથી? મજબૂત પગ ચાલવા-ફરવામાં, શરીરનું સંતુલન જાળવવામાં અને ઉંમર વધવાની સાથે રોજિંદા કાર્યો સરળતાથી કરવામાં પણ મદદ કરે છે. ચાલો તેના વિશે જાણીએ.

એક્સપર્ટે આપ્યો આવો જવાબ 

ઈન્ડિયન એક્સપ્રેસની ટીમે આ અંગે ફિટનેસ એક્સપર્ટ ગરિમા ગોયલ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પગના સ્નાયુઓ શરીરના સૌથી મોટા મસલ્સ ગ્રુપમાં સામેલ હોય છે. તેથી તેને મજબૂત રાખવા શરીરની ગતિશીલતા, સંતુલન, મેટાબોલિક હેલ્થ અને લાંબા સમય સુધી તમારા પોતાના રોજિંદા કામ કરવાની ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે.

જાન્હવી કપૂરની લેગ ડે રૂટિનમાં કઈ કસરતો સામેલ છે?

ફિટનેસ એક્સપર્ટ ગરિમા ગોયલ કહે છે કે જાન્હવી કપૂરની રુટિનમાં પગના જુદા જુદા ભાગોને મજબૂત કરનાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર ફોક્સ કરવામાં આવ્યું છે.

કેટલબેલ લિફ્ટ

આ કસરતની વાત કરીએ તો આ કસરત પગના નીચલા ભાગના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. શરીરનું સંતુલન જાળવવા માટે પગનો સાંધા મજબૂત હોવું મહત્વપૂર્ણ છે અને આ પડવાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે.

લેગ એક્સટેન્શન

તેમાં ક્કાડ્રિસેપ્સ એટલે કે જાંઘની આગળના સ્નાયુઓ પર કામ થાય છે. આ સ્નાયુઓનો ઉપયોગ આપણા ઘણા રોજિંદા કાર્યોમાં થાય છે, જેમ કે ખુરશી પરથી ઉઠવું અથવા સીડી ચઢવું વગેરે સામેલ છે.

લેગ પ્રેસ

આ પણ એક ખૂબ જ ખાસ કવાયત છે. તેમાં પગના ઘણા મોટા સ્નાયુઓ પર કામ કરે છે. તેમાં ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સનો સમાવેશ થાય છે. ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર તે પગને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

પગની કસરતનો ફાયદો માત્ર પગને ટોન્ડ બનાવવા સુધી નથી

ગરિમા ગોયલના જણાવ્યા અનુસાર પગની રેજિસ્ટેંસ ટ્રેનિંગનો ફાયદા ફક્ત મસલ્સને શેપ આપવા સુધી મર્યાદિત નથી. શરીરના નીચલા ભાગની મજબૂત સ્નાયુઓ ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરવામાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને આરામના સમયે શરીરના મેટાબોલિઝમને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરી શકે છે.

જાન્હવી જેવી કસરત જોઈને તરત જ શરૂઆત ના કરો

સોશિયલ મીડિયા પર કોઈ સેલિબ્રિટીનું વર્કઆઉટ જોઇને તેને બરાબર તે જ રીતે કરવાનો પ્રયાસ કરવો એ યોગ્ય રીત નથી. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીત દરમિયાન KIMS Hospitals, Thane ના Advisor Arthroscopy ડો.સ્વપ્નિલ જાંબારે સમજાવે છે કે શરુઆતી લોકો હંમેશા ઑનલાઇન જોઈને રૂટિનને કોપી કરવાનું શરૂ કરે છે. તેમના જણાવ્યા મુજબ શરૂઆતમાં હળવા સ્તરથી કસરત શરૂ કરવી વધુ સલામત છે.

ડિસ્ક્લેમર : આ લેખ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. કોઈ પણ નવી કસરત અથવા વર્કઆઉટ રૂટિન શરૂ કરતા પહેલા, તમારા ફિટનેસ ટ્રેનર અથવા નિષ્ણાતની સલાહ લો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *